ભચાઉ/ દલિત પરિવાર પર અત્યાચારની ઘટનામાં ભોગ બનનારાને સરકાર કુલ 21 લાખની સહાય ચૂકવાશે

ભચાઉ તાલુકાના નેર ગામે મંદિરમાં દર્શન કરવા જવાની બાબતે અનુસૂચિત જાતિના પરિવાર પર સવર્ણ સમાજના ટોળાએ હીંસક હુમલો કર્યો હતો.જેમાં કુલ ૩૬ આરોપીઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો

Gujarat Others
પંચાંગ 2 દલિત પરિવાર પર અત્યાચારની ઘટનામાં ભોગ બનનારાને સરકાર કુલ 21 લાખની સહાય ચૂકવાશે
  • ઘટના સંદર્ભમાં પોલીસે ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે:-FIR દાખલ થઇ છે

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી પ્રદિપ પરમારે આ અંગેની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇને આવા અત્યાચાર નો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીએ ઉમેર્યુ કે, દલિત અત્યાચારની આ ઘટનામાં જે ૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે. તેમને નિયમાનુસાર કુલ ર૧ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.

મંત્રીએ જણાવ્યું કે, કચ્છની આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીએ સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સંદર્ભમાં કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે. એટલું જ નહિ, એફ.આઇ.આર પણ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભચાઉ તાલુકાના નેર ગામે મંદિરમાં દર્શન કરવા જવાની બાબતે અનુસૂચિત જાતિના પરિવાર પર સવર્ણ સમાજના ટોળાએ હીંસક હુમલો કર્યો હતો.જેમાં કુલ ૩૬ આરોપીઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.જેમાં પોલીસે અત્યારસુધી માત્ર 5 આરોપીની ધરપકડ કરી છે.આ ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે આક્રોશ છે.આ ઘટનાના રાજ્યસ્તરે પડઘા પડ્યા છે.

પંચાંગ 3 દલિત પરિવાર પર અત્યાચારની ઘટનામાં ભોગ બનનારાને સરકાર કુલ 21 લાખની સહાય ચૂકવાશે

 કચ્છનાં ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના પરિવાર પર ગામના ટોળાએ હુમલો કર્યો હતો જે ઘટનામાં સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતો તપાસથી તથ્યવિહોણી હોવાનું પોલીસવડાએ જણાવ્યું હતું. ભુજ ખાતે પૂર્વ કચ્છ પોલીસવડા મયુર પાટીલે વિગતો આપતા જણાવ્યું કે, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 18 તારીખે ઉજવાયો હતો. જોકે આ ઘટના તેના સપ્તાહ બાદ એટલે કે 26 તારીખે બની છે. આરોપી પક્ષની ભેંસો ફરિયાદી જગાભાઈના ભત્રીજાના ખેતરમાં ઘુસી જતા નુકશાની થઈ હતી. જેથી મારામારી થઈ હતી જે બાદ આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે,રામ મંદિરમાં દર્શન કરવા જવાની બાબતે આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,ત્રણ વર્ષ પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં ફરિયાદી જગાભાઈ સામે આરોપી ભાણજીભાઈ સુથાર હારી ગયા હતા. જે બાબતની અદાવતે મામલો બીચકયો હોઈ શકે તેવી શકયતા વ્યક્ત કરી હતી. અલબત્ત આ કેસમાં દાખલ થયેલી બે અલગ અલગ ફરિયાદ બાબતે આરોપીઓની ધરપકડ થયા બાદ પૂછતાછ દરમ્યાન સમગ્ર હકીકતનો પર્દાફાશ થશે તેવું જણાવી હાલમાં પાંચ આરોપી ઝડપાયા છે અને બાકીના આરોપીને ઝડપી પાડવા માટે કુલ 12 ટીમો તૈનાત કરાઈ હોવાનું જણાવી લોકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાઈ જવા જણાવ્યું હતું.

આર્યન ખાન જામીન / આરોપીના જામીનબોન્ડ આપવા કેમ, ક્યારે અને કેટલું જોખમી છે? વાંચો

Auto / જુઓ મહિલાઓ કેવી રીતે બનાવે છે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, CEOએ શેર કર્યો વીડિયો

Technology / Jio ફોનની ટોચની પાંચ સુવિધાઓ, અન્ય કોઈપણ એન્ટ્રી લેવલ ફોનમાં ઉપલબ્ધ નહીં હોય

નિવેદન / ગોવામાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે શું કહ્યું….