વિદ્યાર્થી એટેક/ બનાસકાંઠાના ઢીમાની સ્કૂલમાં ચાલુ પરીક્ષાએ લોખંડના સળિયાથી હુમલો, ઘટના CCTVમાં કેદ

વિદ્યાર્થી પર આમ હુમલાની ઘટના પહેલી વાર નથી બની. અગાઉ પણ જુનાગઢ અને ડીશામાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો છે.

Top Stories Gujarat Others
હુમલો

વિદ્યાર્થી પર હુમલો થવાની ઘટનાનું પ્રમાણ વધવા લાગ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં એક શખ્સે ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને થયેલા હુમલો થયાના મામલામાં વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવતા પોલસે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે 15 દિવસ પહેલા સામાન્ય બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને કરશન રાજપૂતે તેના પુત્રનું  ઉપરાણું લઈને યોગેશભાઈ અમીરામભાઈને ચાલુ ક્લાસમાં ઘૂસીને ઈજાઓ પહોંચાડી હતી. ફરજ પરના શિક્ષક આર. એલ. માળીએ વચ્ચે પડીને વિદ્યાર્થીને છોડાવ્યો હતો.  બાદમાં પેપર છોડીને યોગેશ ઘરે દોડી ગયો હતો. આરોપી કરસનભાઈ સુજાભાઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ઢીમાના બહુચર્ચિત એસ. કે. મર્ડર કેસનો તે મુખ્ય આરોપી  છે. તેમ જ વાવ પોસ્ટ અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. વાવ કોર્ટે અગાઉ પણ એક ક્રિમિનલ કેસ નંબર 89 બાય 12માં તારીખ 31 એપ્રિલ, 1027ના રોજ આઈપીસીની  કલમ 323માં ગુનેગાર ઠેરવીને ચાર માસની સાદી કેદ અને ભોગ બનાનારા મુળાભાઈ પટેલને એક હજાર રૂપિયાનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

વિદ્યાર્થી પર આમ હુમલાની ઘટના પહેલી વાર નથી બની. અગાઉ પણ જુનાગઢમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો થયો.  માંગરોળની તિરૂપતિ હાઈસ્કૂલ બહાર હુમલો  અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી માર્યો વિદ્યાર્થીને માર માર્યો હતો. ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી પર હુમલો થયો હતો અને કારણ અકબંધ રહ્યું હતું. જ્યારે બનાસકાંઠામાં અસાજીક તત્વોનો આતંક વધ્યો હતો અને ડીસાની હરિઓમ શાળામાં વિદ્યાર્થી પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સો દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો.  આ ઘટના બાદ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના બાદ હવે સ્કુલના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : યુક્રેનમાં ફરીથી સામૂહિક કબરો મળી, ઝેલેન્સકીએ કહ્યું-