Valsad News/ વલસાડમાં 70 વર્ષીય વૃદ્ધ ને ઠગવાનો પ્રયાસ

વલસાડ શહેરમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ છેલ્લા બે વર્ષથી પગમાં દુખાવાની તકલીફ અનુભવતા હતા. ગત 15 નવેમ્બરે તેઓ સારવાર માટે નવસારી ગયા હતા.

Top Stories Gujarat Breaking News

Valsad News:વલસાડ શહેરના એક 70 વર્ષીય વૃદ્ધને આ જ વાત પર વિશ્વાસ કરાવીને ઠગબાજોએ 19 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે વૃદ્ધના પુત્રની સતર્કતા અને વલસાડ પોલીસની ત્વરિત કાર્યવાહીને લીધે આ ઠગાઈનો પર્દાફાશ થયો અને બે આરોપીઓ ઝડપાયા છે.

વલસાડ શહેરમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ છેલ્લા બે વર્ષથી પગમાં દુખાવાની તકલીફ અનુભવતા હતા. ગત 15 નવેમ્બરે તેઓ સારવાર માટે નવસારી (Navsari) ગયા હતા. પરત ફરતી વખતે એક નાસ્તાની દુકાને ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ તેમની પાસે આવ્યો અને વાતચીત શરૂ કરી.આ વ્યક્તિએ પોતાની વાતોથી ઝડપથી વિશ્વાસ જમાવ્યો અને કહ્યું,“મારા પિતાને પણ બિલકુલ આવી જ તકલીફ હતી. ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. પણ પૂનાના ‘ડૉક્ટર રુસ્તમ’એ એકદમ ચમત્કારિક સારવાર કરી અને હવે તેઓ દોડી પણ શકે છે.”ભોળા વૃદ્ધએ ડૉક્ટર રુસ્તમનો નંબર લીધો અને ફોન કર્યો. ફોન પરથી “ડૉક્ટર”એ (Doctor) કહ્યું કે તેઓ પૂનાથી બોલે છે અને ઘરે આવીને સારવાર કરી આપશે, પરંતુ તેનો ખર્ચ થોડો વધારે થશે. વૃદ્ધએ હા કહી દીધી.

તારીખ 21 નવેમ્બરે સવારે એક વ્યક્તિ ડૉક્ટરના વેશમાં વૃદ્ધના ઘરે પહોંચી ગયો. તેણે પોતાને “ડૉક્ટર રુસ્તમ” તરીકે ઓળખાવ્યો અને સારવાર શરૂ કરી.તેણે એક નાનકડી શીશી કાઢી અને કહ્યું “આ વિદેશી દવા છે. એક ટીપું 11,000 રૂપિયાનું છે. એક વાર લાગે પછી કાયમ માટે દુખાવો ગાયબ.”આ પછી તેણે વૃદ્ધના પગ પર એક પછી એક 171 ટીપાં નાખ્યાં! સારવાર પૂરી થતાં જ તેણે બિલ કાઢ્યું જેની કુલ રકમ  ₹18,81,000 હતી. આ જોઈ પરિવારના સભ્યો ચોંકી ગયા. ગભરાટમાં તેમણે તુરત જ ₹1 લાખ રોકડા આપી દીધા અને બાકીની રકમ બીજા દિવસે આપવાનું કહ્યું.

ઘરે આવેલા “ડૉક્ટર”ની વાતો અને બિલની રકમ સાંભળીને વૃદ્ધે પોતાના પુત્રને બધી વાત કરી. પુત્રને તુરત જ શંકા ગઈ અને તેણે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.પોલીસે તુરત જ છટકું ગોઠવ્યું. બાકીના ₹18 લાખ લેવા આવે તે માટે આરોપીઓને ફોન કરવામાં આવ્યો. આરોપીઓએ પૈસા લેવા વાપી તરફથી વલસાડ આવવાનું કહ્યું. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે વોચ ગોઠવી દીધી.જ્યારે આરોપીઓ પૈસા લઈને વાપી પરત ફરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા.વલસાડ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પિતા-પુત્રને જેલ હવાલે કર્યા છે. મુખ્ય આરોપી મોહમ્મદ ઈરફાન આરીફની શોધખોળ ચાલુ છે. પોલીસને આશા છે કે તે પકડાયા પછી આવી અનેક ઠગાઈના કિસ્સા સામે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃવલસાડમાં વધુ એકવાર રફતારનો કહેર, અજાણ્યા કાર ચાલકે મહિલાને લીધી અડફેટે

આ પણ વાંચો:વલસાડના અટગામમાં DRIની મોટી કાર્યવાહી,20 કરોડના પ્રવાહી ડ્રગ્સ સાથે ચાર આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચોઃદારૂની હેરાફેરી કરવા દેવા માટે લાંચ લેતા વલસાડના બે હોમગાર્ડની ધરપકડ