રાજકોટ/ પેટ્રોલપંપ પર યુવકનો અત્મવિલોપનનો પ્રયાસ, દીવાસળી ચાંપે એ પહેલાં થયું આવું…

પેટ્રોલપંપના કર્મચારીઓની સતર્કતતાના કારણે યુવાનને અટકાવી લેવાયો હતો.તો ઘટનાની જાણ થતા જ  રાજકોટ પોલીસ દોડતી થઈ હતી અને…

Top Stories Rajkot Gujarat
પેટ્રોલપંપ
  • રાજકોટમાં યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ
  • પેટ્રોલપંપ પર યુવકનો અત્મવિલોપનનો પ્રયાસ
  • આત્મવિલોપનનો પ્રયાસના CCTV વાયરલ
  • રૈયા રોડ ન્યારા પેટ્રોલ પમ્પ પાસે ની ઘટના
  • પોલીસે આત્મવિલોપન કરનાર યુવકની કરી અટકાયત

રાજકોટમાં યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ, પેટ્રોલપંપ પર યુવક દ્વારા જ્વલંતશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પેટ્રોલપંપના કર્મચારીઓની સતર્કતતાના કારણે યુવાનને અટકાવી લેવાયો હતો.તો ઘટનાની જાણ થતા જ  રાજકોટ પોલીસ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે પહોંચી યુવકની અટકાયત કરી,નોંધનીય છે સમગ્ર ઘટના રાજકોટના રૈયા રોડ પર સ્થિત નાયરા પેટ્રોલ પંપની છે.  યુવાને આક્ષેપ કર્યો હતો કે થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો. હાલ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર દૃશ્યો પેટ્રોલપંપના CCTVમાં કેદ થયા છે.

આ પણ વાંચો : ઉમરેઠમાં નોંધાઈ ત્રિપલ તલાકની ફરિયાદ, ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વખત તલાકનો કર્યો મેસેજ

a 147 1 પેટ્રોલપંપ પર યુવકનો અત્મવિલોપનનો પ્રયાસ, દીવાસળી ચાંપે એ પહેલાં થયું આવું...

સીસીટીવીમાં જોવા મળે છે કે રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગત રાત્રિના 10.51 વાગ્યે મયૂર ભીખાભાઇ સોંદરવા નામનો યુવક જ્વલંવશીલ પદાર્થ સાથે આવ્યો હતો. પેટ્રોલપંપની ઓફિસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબામાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો. બાદમાં માચીસ કાઢી દીવાસળી ચાંપે એ પહેલાં પેટ્રોલપંપનો સ્ટાફ અને અન્ય લોકો દોડી આવ્યા હતા. એમાંથી એક યુવાન દોડીને આવતો હતો ત્યારે તેનો પગ જ્વલનશીલ પ્રવાહી પડતાં લપસ્યો હતો અને ધડામ દઇને જમીન પર પટકાયો હતો.

a 147 2 પેટ્રોલપંપ પર યુવકનો અત્મવિલોપનનો પ્રયાસ, દીવાસળી ચાંપે એ પહેલાં થયું આવું...

આત્મવિલોપન કરવા પહોંચેલા મયૂર સોંદરવાએ જણાવ્યું હતું કે આજથી 15 દિવસ પૂર્વે તે પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવ્યા બાદ શૌચક્રિયા માટે ગયો હતો. તેને પોતાને પથરીની બીમારી હોવાથી થોડી વાર લાગી હતી, આથી પેટ્રોલપંપ સંચાલક દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ માટે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરી, ફરિયાદ કરવાને બદલે પોલીસ મને સમાધાન કરવા કહી રહી છે. ન્યાય ન મળતાં આત્મવિલોપન કરવા નિર્ણય કર્યો હતો.

a 147 3 પેટ્રોલપંપ પર યુવકનો અત્મવિલોપનનો પ્રયાસ, દીવાસળી ચાંપે એ પહેલાં થયું આવું...

બીજી તરફ, પેટ્રોલપંપના સંચાલક કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે તેને માર માર્યો નથી, તે ગાળો બોલતાં ઝપાઝપી થઈ હતી. આ સમયે પણ પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે એ સમયે હોસ્પિટલનું બહાનું બનાવી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઝપાઝપી થઈ એ દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઇ પટેલના ભત્રીજાનો દીકરો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : યુપી ઈલેકશનનો અનોખો પ્રચાર, સુરતની સાડીમાં મોદી યોગી…

આ પણ વાંચો : સુરતમાં વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોના સંક્રમણ, જાણો નવા કેટલા નોંધાય કેસ

આ પણ વાંચો :પંચમહાલના વેજલપુરમાં ટ્રકે બાઇકને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત,3 લોકોનાંં ઘટના સ્થળે મોત

આ પણ વાંચો :અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ રજૂ કરવામાં આવશે