Not Set/ રાજકોટમાં માર્કેટીંગ યાર્ડના ડિરેકટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયાના પુત્રએ આપઘાત પ્રયાસ કર્યો છે. ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે

Gujarat
13 20 રાજકોટમાં માર્કેટીંગ યાર્ડના ડિરેકટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  • માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટરે કર્યો આપઘાતનો પ્રયાસ
  • હિતેન્દ્ર સખિયાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  • જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના પુત્રએ કર્યો પ્રયાસ
  • અગમ્ય કારણોસર પીધી ઝેરી દવા
  • હિતેન્દ્ર સખિયાને હોસ્પિટલમાં દાખલ કરાયા
  • ડી. કે. સખિયાના પુત્ર છે હિતેન્દ્ર સખિયા

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયાના પુત્રએ આપઘાત પ્રયાસ કર્યો છે. ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ડી.કે. સખિયાના પુત્ર જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડાયો છે. ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર સખિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર છે. ઘટનાની જાણ થતા ડી.કે. સખિયાના મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ દોડી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જીતેન્દ્ર સખિયાના પુત્ર સાહિલની સગાઈ હતી.

જીતેન્દ્ર સખિયાએ નાનામવા રોડ પર આવેલી રાજ રેસિડેન્સીમાં દવા પીધી હોવાનું સામે આવ્યું છે. બપોરના સમયે ખાનગી વાહન મારફત તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પારિવારિક સંબંધોમાં મનદુખ રહેતું હોવાથી દવા પીધી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે તાલુકા પોલીસે સાચુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.