ICC T-20 WORLD CUP/ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને T-20 વર્લ્ડ કપનો ખિતાબ હાંસિલ કરી લીધો છે. 

Top Stories Sports
AUSSS ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને T-20 વર્લ્ડ કપનો ખિતાબ હાંસિલ કરી લીધો છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપ 2021ના ટાઈટલ મેચમાં આમને-સામને છે. દુબઈમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને હવે ટાઇટલ જીતવા માટે 173 રનની જરૂર છે.આ ટાર્ગેટને ચેસ કરવા માટે ઓસ્ટ્રેલિયાએ ધમાકેદાર શરીઆત કરી હતી ડેવિડ વોર્નરે 59 રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે માર્શે ઓસ્ટ્રેલિયાની જીતની નેવ મજબૂત કરી દીધી હતી તેણે   77   રન કર્યા  હતા જ્યારે મેકસેલે પણ વિસ્ફોટક બેટિગ કરીને 28   રન કર્યા હતાં

આ પહેલા પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલિયમસને કેપ્ટનશીપની ઇનિંગ રમી અને સૌથી વધુ 85 રન બનાવ્યા. તેના સિવાય માર્ટિન ગુપ્ટિલે 28 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 3 અને એડમ ઝમ્પાએ 1 વિકેટ ઝડપી હતી.