T-20/ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી T20માં ભારતને 21 રનથી હરાવ્યું, સીરિઝમાં 2-1થી આગળ

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતને 21 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ  પાંચ મેચોની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે

Top Stories India
7 11 ઓસ્ટ્રેલિયાએ ત્રીજી T20માં ભારતને 21 રનથી હરાવ્યું, સીરિઝમાં 2-1થી આગળ

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતને 21 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ  પાંચ મેચોની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 172 રનનો સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 151 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ અડધી સદી ફટકારી હતી, પરંતુ અન્ય બેટ્સમેનોના સમર્થનના અભાવે ટીમને જીત અપાવી શકી નહોતી. ઓસ્ટ્રેલિયાએ પેરી અને ગ્રેસની મદદથી મજબૂત સ્કોર બનાવ્યો હતો પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને માત્ર પાંચ રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી એલિસ પેરીએ આક્રમક બેટિંગ કરતા માત્ર 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 2019 પછી ટી20 ઈન્ટરનેશનલમાં આ તેની પ્રથમ અડધી સદી છે.

પેરીએ શાનદાર બેટિંગ કરતા 47 બોલમાં 75 રનની ઈનિંગ રમી જેમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. પેરીએ ગ્રેસ હેરિસ સાથે પાંચમી વિકેટ માટે 31 બોલમાં 55 રનની શાનદાર ભાગીદારી કરી હતી. હેરિસે પણ ખૂબ જ આક્રમક બેટિંગ કરી અને 18 બોલમાં 41 રન બનાવ્યા. શેફાલી સિવાય અન્ય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા

 સ્કોરનો પીછો કરતા ભારતે પણ 33 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી અને મુશ્કેલીમાં જોવા મળ્યું હતું. આ પછી શાફાલી વર્માએ શાનદાર બેટિંગ કરતા 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. શેફાલીએ પોતાની ઈનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ તે પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ જ આઉટ થઈ ગઈ હતી. શેફાલીએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 73 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. હરમનપ્રીત 37 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.