Not Set/ ઓસ્ટ્રેલિયાએ વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડીનાં વિઝા કર્યા રદ, PM એ કહ્યુ- કાયદો બધા માટે સમાન

વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ હવે ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાએ સર્બિયાનાં આ ખેલાડીનાં વિઝા રદ કર્યા છે.

Sports
નોવાક જોકોવિક

વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ હવે ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાએ સર્બિયાનાં આ ખેલાડીનાં વિઝા રદ કર્યા છે.

11 2022 01 06T100921.584 ઓસ્ટ્રેલિયાએ વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડીનાં વિઝા કર્યા રદ, PM એ કહ્યુ- કાયદો બધા માટે સમાન

આ પણ વાંચો – સુરક્ષામાં ચૂક / પંજાબના મુખ્ય સચિવ અને DGP વડાપ્રધાનના કાફલામાં સામેલ કેમ ન હતા? અનેક સવાલો ઉભા થયા

નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા માટે મેલબોર્ન પહોંચ્યો હતો. પરંતુ તેમને કેટલાક કલાકો સુધી એરપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. આ પછી તેના વિઝા રદ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવેશ સંબંધિત જરૂરી દસ્તાવેજો રજૂ ન કરી શકવાને કારણે તેના વિઝા રદ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાએ એક દિવસ પહેલા જ જોકોવિચને ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી, તેને રસીકરણનાં નિયમોમાંથી મુક્તિ આપી હતી. વળી, આ મામલે ઓસ્ટ્રેલિયાનાં PM સ્કોટ મોરિસને કહ્યું કે, કાયદો બધા માટે સમાન છે અને કોઈ પણ કાયદાથી ઉપર નથી. વળી, આ ઘટના પછી, સર્બિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વ્યુસિકે જોકોવિચ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, તેમણે ફોન પર જોકોવિચને કહ્યું કે, આખું સર્બિયા તેમની સાથે છે. વળી, સર્બિયાનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમના અધિકારી જોકોવિચની સાથે થયેલા દુર્વ્યવહારનો જલ્દી થી જલ્દી ખતમ કરવા માટે તમામ પગલા લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, સર્બિયા આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નોવાક જોકોવિચ માટે ન્યાય અને સત્ય માટે લડશે.

11 2022 01 06T101033.674 ઓસ્ટ્રેલિયાએ વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડીનાં વિઝા કર્યા રદ, PM એ કહ્યુ- કાયદો બધા માટે સમાન

આ પણ વાંચો – પેટ કરાવે ..!! / ભૂખે આખા દેશને લૂંટારો બનાવી દીધો; મદદ માટે આવેલા અનાજના ગોદામો પર તૂટી પડ્યા લોકો

વળી, ઓસ્ટ્રેલિયન મીડિયાનાં અહેવાલ મુજબ, નોવાક જોકોવિચની ટીમે ખોટી રીતે વિઝા માટે અરજી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જોકોવિચે તેની રસીકરણની સ્થિતિ વિશે ખુલાસો કર્યો નથી. આવી સ્થિતિમાં જોકોવિચે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા માટે કડક બોર્ડર નિયમોનું પાલન કરવું પડ્યું હતું.