Not Set/ ત્રીજી T20:વરસાદી વાતાવરણ વચ્ચે બંને દેશો માટે કરો યા મરો

  હૈદરાબાદ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-૨૦ મેચમાં પરાજય સાથે બેકફુટ પર ધકેલાયેલી ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચ રમવા ઉતરશે.જો કે આજે વહેલી સવારથી હૈદરાબાદમાં વરસાદી માહોલ છવાયો હોવાને કારણે આ રોમાંચક મેચમાં વિધ્ન નડી શકે છે.હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડને વરસાદને કારણે કવર કરી દેવામાં આવ્યું છે. જો કે […]

Top Stories
haydrabad match ત્રીજી T20:વરસાદી વાતાવરણ વચ્ચે બંને દેશો માટે કરો યા મરો

 

હૈદરાબાદ

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-૨૦ મેચમાં પરાજય સાથે બેકફુટ પર ધકેલાયેલી ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચ રમવા ઉતરશે.જો કે આજે વહેલી સવારથી હૈદરાબાદમાં વરસાદી માહોલ છવાયો હોવાને કારણે આ રોમાંચક મેચમાં વિધ્ન નડી શકે છે.હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડને વરસાદને કારણે કવર કરી દેવામાં આવ્યું છે.

જો કે ગ્રાઉન્ડના ક્યુરેટર ચંન્દ્રશેખરે જણાવ્યું છે કે વરસાદની ઝાઝી અસર રમત પર નહીં થાય.

ઉલ્લેખીય છે કે શ્રેણી અત્યારે એક-એકથી બરાબરી પર છે અને જે કોઈ ટેસ્ટ ત્રીજી ટી-૨૦ મેચ જીતશે તે શ્રેણી પર પણ પોતાનો કબજો કરી લેશે. બીજી ટી-૨૦ મેચ દરમિયાન ભારતીય બેટિંગ ઓર્ડરનો જે રીતે ધબડકો થયો હતો તે બાબત ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. બીજી ટી-૨૦ મેચમાં ભારત તરફથી એકપણ બેટ્‌સેમને ક્રિઝ પર ઉભા રહીને લડત આપવાનો પ્રયત્ન કર્યો નહતો. બોલિંગમાં પણ પ્રારંભિક ઓવરમાં ભુવનેશ્વર અને જસપ્રિત બુમરાહને બાદ કરતા સ્પીનરો તદ્દન બેઅસર જોવા મળ્યા હતા. ત્યારે આવતીકાલની મેચ જીતવા માટે ભારતે પોતાના બેટિંગની સાથે સાથે સ્પીન બોલિંગ ડિપાર્ટમેન્ટ પર ધ્યાન આપવુ પડશે.

આજની મેચમાં ભારત મનીષ પાંડેના સ્થાને કેએલ રાહુલ અને યુજવેન્દ્ર ચહલની જગ્યાએ અક્ષર પટેલને અંતિમ ઈલેવનમાં સ્થાન આપે તેવી શક્યતા છે. બીજીબાજુ ચાર વિકેટ ઝડપીને ભારતની કમર તોડી નાખનાર જેસન બેહરેનડોર્ફના પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાની ટીમ ઉત્સાહિત છે અને ફરી એકવાર તે આજ પ્રકારનુ પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયન ટીમનુ પ્રદર્શન જોતા અચાનક તે પણ શ્રેણી જીતવાના દાવેદાર તરીકે ઉભરી રહી છે. ત્યારે વિદેશી જમીન પર લાંબા સમયથી થઈ રહેલ પોતાની ટીમના પ્રદર્શનની ટિકાઓ બંધ કરવા માટે ઓસ્ટ્રેલિયા આજની મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.