Cricket/ WTC નાં પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની લાંબી છલાંગ, ભારતને છોડ્યું પાછળ

નવા કેપ્ટન પેટ કમિન્સનાં નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે બ્રિસ્બેનમાં 9 વિકેટે જીત મેળવીને એશિઝ સીરીઝમાં શાનદાર શરૂઆત કરી હતી.

Sports
ઓસ્ટ્રેલિયા WTC

નવા કેપ્ટન પેટ કમિન્સનાં નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે બ્રિસ્બેનમાં 9 વિકેટે જીત મેળવીને એશિઝ સીરીઝમાં શાનદાર શરૂઆત કરી હતી. આપને જણાવી દઈએ કે, મેચનાં ચોથા દિવસે ઈંગ્લેન્ડની ઈનિંગ્સ 297 રન પર સમેટાઈ ગઈ હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 20 રનની જરૂર હતી. ટીમે એલેક્સ કેરીની વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને ટેસ્ટ સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.

આ પણ વાંચો – Ashes series / બ્રિસબેન ટેસ્ટમાં ઈંગ્લેન્ડ પર ભારી પડ્યાં કાંગારુ, સીરીઝમાં મેળવી 1-0 ની લીડ

ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં એક મોટી છલાંગ લગાવી છે અને તે સીધા બીજા સ્થાને પહોંચી ગયું છે. ટીમે અહીં ભારત અને પાકિસ્તાન જેવી દિગ્ગજ ટીમોને હરાવી છે. શ્રીલંકા પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે કારણ કે તેના પોઈન્ટ્સની ટકાવારી સંયુક્ત રીતે સૌથી વધુ છે. ઓસ્ટ્રેલિયાનાં પોઈન્ટ્સની ટકાવારી પણ શ્રીલંકાની બરાબર છે, પરંતુ તેના પોઈન્ટ ઓછા છે. ભારતનાં હજુ પણ સૌથી વધુ 42 પોઈન્ટ છે, પરંતુ તે ચોથા નંબર પર છે. ભારતથી નીચે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ છે, જેના અનુક્રમે 12, 14 અને 4 પોઈન્ટ છે. પોઈન્ટ્સની ટકાવારીનાં આધારે ટીમનું રેન્કિંગ નક્કી કરવામાં આવશે. જીત માટે 12 પોઈન્ટ, ટાઈ મેચ માટે 6 પોઈન્ટ, ડ્રો મેચ માટે 4 પોઈન્ટ અને હાર માટે કોઈ પોઈન્ટ નહીં હોય. જીતવા માટે 100 પરસન્ટેજ ઓફ પોઈન્ટ્સ, ટાઈ માટે 50 ટકા પરસન્ટેજ ઓફ પોઈન્ટ્સ, ડ્રો માટે 33.33 ટકા પરસન્ટેજ ઓફ પોઈન્ટ્સ અને હાર માટે 0 ટકા પરસન્ટેજ ઓફ પોઇન્ટ્સ હશે.

આ પણ વાંચો – ષડયંત્ર કે કાવતરું? / હું ટીમ ઈન્ડિયાનો કોચ ન બની શકું તે માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા : રવિ શાસ્ત્રી

ઉલ્લેખનીય છે કે, કેપ્ટન પેટ કમિન્સે ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 38 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને બે-બે જ્યારે કેમેરોન ગ્રીનને એક વિકેટ મળી હતી. વળી, ઓસ્ટ્રેલિયા માટે સ્પિનર ​​નાથન લિયોને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય કમિન્સ, ગ્રીને બે-બે વિકેટ લીધી હતી. સ્ટાર્ક અને જોશ હેઝલવુડે એક-એક વિકેટ ઝડપી હતી.