Not Set/ હોન્ડા દ્વારા ભારતમાં નવી અમેજ કાર કરવામાં આવી લોન્ચ, જાણો શું છે તેના ફિચર્સ અને કિંમત

નવી દિલ્હી, કાર નિર્માતા કંપની હોન્ડા દ્વારા ભારતમાં નવા જનરેશન સાથે એક કોમ્પેક્ટ અમેજ કાર લોન્ચ કરવામાં આવી છે. હોન્ડા દ્વાર આ અમેજ કારને પેટ્રોલ અને ડીઝલ એમ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, અમેજની સીધી જ ટક્કર સૌથી વધુ વેચાયેલી મારુતિ સુઝુકીની સ્વિફટ ડિઝાયર અને આગામી સમયમાં આવનારી ફોર્ડ […]

Tech & Auto
honda amaze revealed auto expo 2018 gallery હોન્ડા દ્વારા ભારતમાં નવી અમેજ કાર કરવામાં આવી લોન્ચ, જાણો શું છે તેના ફિચર્સ અને કિંમત

નવી દિલ્હી,

કાર નિર્માતા કંપની હોન્ડા દ્વારા ભારતમાં નવા જનરેશન સાથે એક કોમ્પેક્ટ અમેજ કાર લોન્ચ કરવામાં આવી છે. હોન્ડા દ્વાર આ અમેજ કારને પેટ્રોલ અને ડીઝલ એમ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.

માનવામાં આવી રહ્યું છે કે, અમેજની સીધી જ ટક્કર સૌથી વધુ વેચાયેલી મારુતિ સુઝુકીની સ્વિફટ ડિઝાયર અને આગામી સમયમાં આવનારી ફોર્ડ એસ્પાયર સાથે થઇ શકે છે. હોન્ડા દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ અમેજ કારમાં કેટલાક મહત્વના નવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

 

હોન્ડા દ્વારા લોન્ચ કરવામાં આવેલી અમેજની કિંમત એક્સ શો રૂમમાં ૫.૫૯ લાખ રૂપિયાથી શરુ થાય છે.

dsfdsfsdf હોન્ડા દ્વારા ભારતમાં નવી અમેજ કાર કરવામાં આવી લોન્ચ, જાણો શું છે તેના ફિચર્સ અને કિંમત

અમેજમાં આપવામાં આવેલા ફિચર્સ :

હોન્ડા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર શ્રેષ્ઠ રિયર સીટ સ્પેસ અને બૂટ કેપેસિટીથી લેસ હશે.

કારમાં એક મોટી ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે જે મિરરલિંક, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ કરે છે.

અમેજનો વીલબેસ ૬૫ mm લાંબો છે, જયારે આ કારના ફ્રન્ટમાં આ કારના જુના મોડલ કરતા ૩૩ mm વધુ શોલ્ડર રૂમ છે.

હોન્ડા દ્વારા લોન્ચ નવી અનેજ કારમાં ગ્રાઉન્ડ કલીયરન્સને ૧૭૦ mm સુધી વધારવામાં આવ્યું છે, જેથી રસ્તાઓ પર સારી રીતે ચાલી શકે.

dab6853931b22ec11ffe1aaf3ad2cc3d હોન્ડા દ્વારા ભારતમાં નવી અમેજ કાર કરવામાં આવી લોન્ચ, જાણો શું છે તેના ફિચર્સ અને કિંમત

અમેજના એન્જીનની વાત કરવામાં આવે તો, આ કારના પેટ્રોલ વેરિયન્ટ ૧.૨ લિટર ૪ સિલિન્ડર એન્જીન સાથે આવે છે જે ૮૯ bhpનો પાવર ઉત્પન્ન કરે છે અને ૧૧૦ Nm ટોર્ક જનરેટ કરે છે.

જયારે આ કારના ડીઝલ વેરિયન્ટ ૧.૫ લિટર ૪ સિલિન્ડર એન્જીન સાથે આવે છે જે ૯૮ bhpનો પાવર ઉત્પન્ન કરે છે અને ૨૦૦ Nm ટોર્ક જનરેટ કરે છે.

અમેજના પેટ્રોલ અને ડીઝલ એન્જીનમાં ૪ મેન્યુઅલ અને ૨ CVT ઓપ્શન આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત નેવિગેશન, એલોય વિલ, ક્રુઝ કંટ્રોલ, ઓટો કલાઈમેન્ટ, LED DRLs જેવા નવા ફિચર્સ પણ શામેલ છે.