Not Set/ ખબરદાર ! અમારા મિત્ર પાકિસ્તાન વિશે કોઈ કશું ન બોલે : ચીને આપી ચેતાવણી !!

“મુંહ મેં રામ બગલ મેં છુરી” કેહવત ચીન પર બરાબર ફીટ બેશે છે. એક તરફ ચીન ભારત સાથે સંબધો સુધારવાની વાત કરે છે. તો બીજી તરફ પોતાનાં પાકા દોસ્ત પાકિસ્તાનને બચાવવા માટે દુનિયાનાં તમામ દેશો અને ખાસ કરીને ભારતને ચેતાવણીઓ આપે છે કે ખબર દાર અમારા મીત્ર પાકિસ્તાન વિશે કોઇ કશું બોલ્યું તો. આવતા અઠવાડિયે […]

Top Stories World
sco modi see jig ખબરદાર ! અમારા મિત્ર પાકિસ્તાન વિશે કોઈ કશું ન બોલે : ચીને આપી ચેતાવણી !!

“મુંહ મેં રામ બગલ મેં છુરી” કેહવત ચીન પર બરાબર ફીટ બેશે છે. એક તરફ ચીન ભારત સાથે સંબધો સુધારવાની વાત કરે છે. તો બીજી તરફ પોતાનાં પાકા દોસ્ત પાકિસ્તાનને બચાવવા માટે દુનિયાનાં તમામ દેશો અને ખાસ કરીને ભારતને ચેતાવણીઓ આપે છે કે ખબર દાર અમારા મીત્ર પાકિસ્તાન વિશે કોઇ કશું બોલ્યું તો.

આવતા અઠવાડિયે કિર્ગિસ્તાનમાં SCO સમિટ યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં ભારત ઉપરાંત ચીન પણ ભાગ લેઇ રહ્યું છે ત્યારે બેઠકમાં છેલ્લા વર્ષનાં શિખર સમિતીના કાર્યાલયોની સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં આ વર્ષે ખાસ કરીને આતંકવાદનો મુદ્દો, અર્થતંત્ર અને સુરક્ષા સહકાર મહત્વની ચર્ચાનાં વિષયો રહેશે. આમતો SCOના બે મુખ્ય મુદ્દાઓ સુરક્ષા અને વિકાસ છે.

sco ખબરદાર ! અમારા મિત્ર પાકિસ્તાન વિશે કોઈ કશું ન બોલે : ચીને આપી ચેતાવણી !!

SCOની 19મી સમિટ તારીખ 13-14 જૂને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજવામાં આવશે. બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શિ જીન પેંગ ભાગ લેશે. બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પાકિસ્તાન આતંકવાદીઓને સુરક્ષિત કરતું હોવાનો મુદ્દાને ઉભા કરવામાં આવશે તેવી શક્યતા છે. ભારતનાં બીજીવાર વડાપ્રદાન બનેલા PM મોદી પણ હાજરી આપી રહ્યા હોવાથી ચીનને પાકી ખાતરી છે કે PM મોદી આતંકવાદ મામલે પાકિસ્તાનને જરૂર ઘેરાવો કરશે અને માટે જ ચીનનાં નાયબ વિદેશ પ્રધાન ઝાંગ હનહુઇએ સ્પષ્ટા કરી છે કે  SCOની સ્થાપવાનો મુખ્ય હેતુ કોઈ પણ દેશને લક્ષ્ય બનાવવો નથી, પરંતુ આ સ્તરે સમિટનો મુખ્ય હેતું આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ત્યારે  કોઇ પણ અમારા મિત્રો દેશ પાકિસ્તાને આતંકવાદના મુદ્દે કશું પણ કહેવુું નહી. ચીનએ સ્પષ્ટ  કરી છે કે તેના સાથી ઇસ્લામાબાદને આ પ્રોગ્રામમાં લક્ષ્યાંક બનાવવું જોઈએ નહીં.

sco modi see jig1 ખબરદાર ! અમારા મિત્ર પાકિસ્તાન વિશે કોઈ કશું ન બોલે : ચીને આપી ચેતાવણી !!

ભારત-ચીનને વેપાર  વૃધ્ધી પર વાટાઘાટોની આશા છે… 

ચાઇનાએ આશા વ્યક્ત કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ શિ જીન પેંગ, બિશ્કેકમાં બેઠક દરમિયાન અમેરિકા સાથે તેમના વ્યવસાયિક સંઘર્ષો વિશે વાત કરી શકે છે. બેઠકમાં વેપાર સંરક્ષણવાદની અમેરિકાની નીતિને પહોંચીવળવા કોઇ હલ પર સર્વસંમતિ સાધવામા આવે તેવી ચીને આશા વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.