લખતર/ લોક પ્રતિનિધિ જાગો, પ્રજાની સળગતી સમસ્યાઓ ઉકેલ માંગે છે..!!

લખતર ની પ્રજાને અનેક પ્રકાર ની હાડમારી ભોગવી પડે છે . ચૂંટણી જીતીને પ્રજાના પ્રતિનિધિ બનેલા નેતાઓ ગરજ મટે વૈદ્ય વેરી જેમ પ્રજાને ભૂલી જતા હોય છે.

Gujarat Others
ઝવેરચંદ મેઘની 13 લોક પ્રતિનિધિ જાગો, પ્રજાની સળગતી સમસ્યાઓ ઉકેલ માંગે છે..!!

@સચિન પીઠવા ,સુરેન્દ્રનગર 

લખતર ની પ્રજાને અનેક પ્રકાર ની હાડમારી ભોગવી પડે છે . ચૂંટણી જીતીને પ્રજાના પ્રતિનિધિ બનેલા નેતાઓ ગરજ મટે વૈદ્ય વેરી જેમ પ્રજાને ભૂલી જતા હોય છે. પ્રજાના કામો માટે હરપળ તત્પર રહેવાની ડંફાસો પાણીમાં લખેલા અક્ષર જેવી પુરવાર થાય છે. લોકશાહી માં લોક પ્રતિનિધિઓના બે જવાબદાર વલણનો કડવો અનુભવ લખતર ની પ્રજાને થઈ રહયો છે.

લખતરમાં અનેક સમસ્યાઓ લાંબા સમયથી વણ ઉકેલ રહેતા લોકોને પારાવાર હાડમારી ભોગવી પડે છે. જેમાં નવી શાકમાર્કેટ બનેલ છે પણ બકાલીઓને અંદર બેસવામાં નથી આવા દેતા. અને તેના હિસાબે બકાલીઓ બહાર બેસે છે અને ટ્રાફિક ની સમસ્યા થાય છે, જયારે લખતર મોતીસર તળાવ ની પાર છેલ્લા ૮વર્ષ થી વધારે હોવા છતાં તૂટેલી હાલતમાં છે જેના ગમે ત્યાંરે રાત્રી ના સમયે અકસ્માત નો ભય સતાવી રહયો છે. લખતર માં પાણી ટાંકી સાત વર્ષથી તૂટેલ છે જે હજી સુધીમાં નવી ટાંકી નું કાય આયોજન થતું નથી, તળાવ માં દીવાલ ના કેનારે પથ્થર માટી ના ઢગલા ઓ ઉપાડવામાં આવતા નથી.

કપડાં ધોવાના નવા ઓવારા બનાવાતા નથી છેલ્લા ઘણા વર્ષોથી કાદેસર તળાવનો વેસ્ટ વીયર રિપેરિંગ કરાવતો નથી, પાટડી દરવાજા બહાર પાણી નો ખાળીયો સાફ ઘણા સમયથી કરવામાં નથી આવ્યો જે પાણી કાદેસર ના તળાવ માં સારા પાણી ને પણ બગાડે છે.

જયારે ગઢ ફરતે નો રસ્તો બિસમાર હાલમાં છે તે રસ્તા ને નવો મજબૂત બનાવતો નથી, રેલવે ને સ્ટોપ ઇન્ટરસીટી નો અપાતો નથી ત્યાં સૌરાષ્ટ મેઇલનો સ્ટોપ બંધ કરેલ છે લખતર માટે અણમાનીતો રોડ તરીકે ગણાતો ઉગમણા દરવાજા થી ગાડીના દરવાજા સુધી નો રોડ સાવ ભંગાર હાલતમાં છે આ રોડ આ ગામમાં એક ડઝન સરપંચ સત્તા ભોગવી ગયા પણ તે રસ્તો બનાવાતો નથી.લખતર ની પ્રજાને આવા અનેક પ્રશ્નો અણ ઉકેલ છે જયારે પંચાયત થી પાલામેન્ટ સુધીના લોક પ્રતિનિધિઓ ચૂંટાયા પછી કાઈ કરતા નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…