OMG!/ તમારી અંદરનો ‘ઘટોત્કચ’ જગાડો! જીતો 1.65 લાખની રોયલ એનફિલ્ડ!

મહાભારતમાં ભીમપુત્ર ઘટોત્કચ તેની રાક્ષસી શક્તિઓને કારણે ઘણાં જાદૂઈ કામ કરી શકતો હતો. પરંતુ સાથે જ તે એટલો જ ખાઉધરો પણ હતો….

Mantavya Exclusive
sssss 130 તમારી અંદરનો 'ઘટોત્કચ' જગાડો! જીતો 1.65 લાખની રોયલ એનફિલ્ડ!

મહાભારતમાં ભીમપુત્ર ઘટોત્કચ તેની રાક્ષસી શક્તિઓને કારણે ઘણાં જાદૂઈ કામ કરી શકતો હતો. પરંતુ સાથે જ તે એટલો જ ખાઉધરો પણ હતો. ઘટોત્કચને યાદ એટલે કરવો પડ્યો કે પુણેની એક હોટેલે એવી ઓફર આપી છે. જેમાં તમે સ્વાદિષ્ટ વ્યંજનોની એક ડિશ આરોગીને બ્રાન્ડ ન્યૂ રોયલ એનફિલ્ડ બાઈક હાંસલ કરી શકો છો!

આ ચટાકેદાર ઓફર તમને કરી શકે છે ‘બુલેટ’પતિ!

તમે કેટલું જમી શકો? એક સાથે એક જ બેઠકે? અને જમવાનું પણ પાછું લઝીઝ હોય તો? અને એ એક ડીશને પૂરી કરતાં જ તમને 1.65 લાખની રોયલ એનફિલ્ડ બાઈક મળે તો? જી હા, કોરોનાકાળમાં જ્યાં લોકોએ બહાર જમવાનું ઓછું કરી દીધું છે. રેસ્ટોરન્ટ સહિતના હોસ્પિટાલિટી બિઝનેસને વ્યાપક ફટકો લાગ્યો છે ત્યારે પુણેની શિવરાજ હોટલ એક સ્વાદિષ્ટ અને રોયલ ઓફર લઈને આવી છે. આ હોટલે એક નવી ડીશ ઓફર કરી છે. આ ડીશની કિંમત ચૂકવીને તમે સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. કરવાનું છે એટલું જ કે જાયન્ટ સાઈઝની ડીશ તમારે 1 કલાકના સમયગાળામાં પૂરેપૂરી સફાચટ કરી જવાની છે. જો એમ થયું તો તમને અપાશે રોકડા 1.65 લાખની રોયલ એનફિલ્ડ બાઈક. ઓફર એવી છે કે આ હોટેલે 2500 રૂપિયાની બુલેટ થાળી તૈયાર કરી છે. જેમાં સ્ટાર્ટર અને મેઇન કોર્સ સહિત કુલ 16 પ્રકારની વાનગીઓ છે. આ વાનગીઓ મટન, ચિકન અને ફિશમાંથી તૈયાર કરાઈ છે. લગભગ 4 કિલો માંસથી વિવિધ વાનગીઓ તૈયાર કરાઈ છે. આ બુલેટ થાળી તમને પિરસવામાં આવે એના એક જ કલાકમાં તમારે તેને સફાચટ કરવાની રહેશે. તમને લાગે કે તમે તમારા એક સાથીદાર સાથે મળીને ટ્રાય કરવા માગો છો તો બીજો વિકલ્પ પણ છે. જેમાં તમે 4400 રૂપિયા આપીને બે વ્યક્તિ સાથે મળીને બુલેટ થાળીને એટેમ્પ્ટ કરી શકો છો. હોટેલે આ ઓફરમાં રશ જોઈને 55 શેફ અને વેઇટરનો સ્ટાફ રોક્યો છે. ઈન્ટરનેટ પર આ ઓફર અત્યારે ભારે વાયરલ થઈ રહી છે.

ફૂડીઝ-બાઈક લવર્સમાં ઓફરનો સુપર ક્રેઝ!

આ ઓફરથી ફૂડીઝ લોકો ભારે ઉત્સાહમાં છે. ઘણાં ફૂડીઝ અને બાઈક લવર નસીબ અજમાવવા શિવરાજ હોટેલની મુલાકાતે પણ આવી રહ્યાં છે. જો કે એટલું આસાન પણ નથી આ ડીશને ખતમ કરવું. કેમ કે સમય પણ ઓછો છે જ્યારે એક જ કલાકમાં આટલું બધુ ઝાપટવાનું હોય. ઘણાં લોકોને લાગે છે કે તેઓ આટલું જમી શકે છે પણ 1 કલાક થતાં સુધીમાં તેઓ બધાં જ વ્યંજન પૂર્ણ કરી શકતા નથી. શિવરાજ હોટેલે આ ઓફર 25 દિવસ પહેલાં લોન્ચ કરી છે. જેમાં તેમણે 5 રોયલ એનફિલ્ડ મુક્યાં છે. જો કે મહારાષ્ટ્રના સોલાપુરના સોમનાથ પવાર એકમાત્ર એવા બહાદૂર છે જે આ થાલી ઓફરમાં વિજેતા બની શક્યાં છે અને રોયલ એનફિલ્ડ પોતાને નામ કર્યું છે. શિવરાજ હોટેલ અગાઉ પણ રાવણ થાલી, પહેલવાન મટન થાલી, બકાસૂર ચિકન થાલી વગેરે ઓફર આપી ચૂક્યાં છે. તેમની સરકાર મટન થાલી પણ ખુબ લોકપ્રિય થઈ હતી જેમાં 3700 રૂપિયા ચૂકવીને એ થાળી પૂરેપૂરી આરોગી જનારને કોઈ બિલ ચૂકવવાનું રહેતું નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો