@આયુષી યાજ્ઞીક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
સરકારે દેશમાં ઈ-કોમર્સ સાઈટ પર થઈ રહેલા દવાઓનાં ઓનલાઈન વેચાણ પર રોક લગાવી દીધી છે. પરંતુ તેમ છતાં હજુ પણ દેશમાં ઓનલાઇન દવોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જેને પગલે દેશનાં કેમિસ્ટ અને ફાર્માસીસ્ટોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
મેડિસિન પ્રિસ્ક્રિપ્શન સ્વીકારીને દવા પૂરી પાડવી, ભૂલથી બીજી દવા આપવી. એક વાર પૈસા ભર્યા પછી ફરી પૈસા ભરવાના. ડોક્ટરે લખી આપેલી દવાને બદલે બીજી કંપનીની દવા આપવી જેવો અંધાધૂંધ કારભાર ઓનલાઇન દવાનું વેચાણકર્તા કંપનીઓનાં માધ્યમથી દવા ઘર પહોંચતી કરી રહ્યા છે. આ પ્રકરણને પગલે લોકોનું સ્વાસ્થ જોખમમાં મુકાઈ રહ્યું છે. એક તરફ સરકાર આત્મનિર્ભર ભારતની વાતો કરે છે ત્યારે બીજી બાજુ વિદેશી કમ્પનીઓ FDI દ્વારા દેશમાં બેફામ ઈ-કોમર્સ કમ્પનીઓ શરૂ કરી રહી છે. જેમાં ઓનલાઇન દવાનાં વેચાણનો પણ સમાવેશ થાય છે. ઓનલાઇન દવાનાં વેચાણથી દેશનાં ફાર્માસીસ્ટોને રોવાનો વારો આવ્યો છે.
ઓનલાઇ દવાનું વેચાણ ફક્ત ફાર્મસીતો નેજ નહિ પરંતુ ખરીદનાર માટે પણ નુકસાન કારક છે. કોઈ પણ દવા ડોકરના પ્રિસ્ક્રિપશન વગર નથી મળતી પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ પર તેજ દવાઓ કોઈ પણ ડોકરના પ્રિસ્ક્રિપશન વગર સહેલાઈથી મળે છે. શેડ્યુલ એચ દવાઓ કે પ્રતિબંધિત છે તે પણ ઑન્લીર્ન પ્લેટફોર્મ પર સહેલાઇ થી મળી રહે છે. એટલું જ નહિ કોડીન સીરમ કે જે નશાકારક હોય છે જે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં પણ નથી મળતી તે પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. ત્યારે આવી પ્રતિબન્ધિધ દાવોનું વેચાણ આવનારા દિવસોમાં યુવા પેઢીને બરબાદ કરી નાખશે તેવો ભય કેમિસ્ટોને સતાવી રહ્યો છે.
ઓનલાઇન એટલે ઇ-ફાર્મસીને હજી સુધી દેશમાં કાયદેસર પરવાનગી નથી મળી. તેમ છતાં અનેક વેબસાઇટોએ દવાની કિંમત પર ભરપૂર છૂટ આપીને બિનધાસ્ત દવાનું વેચાણ શરૂ કર્યું છે. માગણી અનુસાર દવાનો સ્ટોક ઘર પહોંચતો કરવા માટે આ કંપનીઓએ દવાવિક્રેતાઓ સાથે કરાર કર્યો છે તો અમુક કંપનીઓએ સીધી દવાની દુકાનનો સંપર્ક સાધ્યો છે. ઓનલાઇન દવા વેચવાની પરવાનગી ન હોવા છતાં આવી પદ્ધતિથી દવાનું વેચાણ કરવું એ ગેરકાયદે છે. તેમ છતાં આવી કંપનીઓ દ્વારા ગ્રાહકોને દવા પૂરી પાડવામાં આવે છે.
Crime / મહિલાએ નદીમાં કુદકો તો માર્યો પણ સાડી પુલ સાથે અટવાઇ ગઇ અને પછી લટકતી….
Political / અર્ણબની ચેટ પર કોંગ્રેસનાં પૂર્વ મંત્રીઓએ કહ્યુ- આ મામલે માફી ન આપી શકાય
TRP Scam / ચેટ વાયરલ થયા બાદ પુલવામા શહીદોનાં પરિજનો અર્ણબ ગોસ્વામીથી નારાજ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…