Support to Ukraine/ અદ્ભુત: દોરડા વિના પેરિસની સૌથી ઊંચી ઇમારત પર ચડતા લોકોએ આ રીતે યુક્રેનને આપ્યું સમર્થન 

ફ્રાન્સની રાજધાની પેરિસમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ક્લાઇમ્બર્સે યુક્રેન માટે સમર્થન વ્યક્ત કરીને દોરડા વિના પેરિસની સૌથી ઊંચી ઇમારત પર ચડ્યા હતા.

Top Stories World
પેરિસની સૌથી ઊંચી

આખી દુનિયા યુક્રેનના વિનાશનું સાક્ષી છે, રશિયા યુક્રેન પર છેલ્લા ઘણા દિવસોથી હુમલા થઈ રહ્યા છે, પરંતુ વિશ્વના ઘણા દેશો અને લોકો આ અમાનવીય કૃત્યની નિંદા કરી રહ્યા છે, અને તેનો વિરોધ પણ કરી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ રશિયાના ઘણા લોકો પણ આ યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે, આવી રીતે યુક્રેનના સમર્થનમાં અને રશિયાના વિરોધમાં ફ્રાન્સમાં પણ અનોખી રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, હકીકતમાં અહીં ફ્રાન્સની રાજધાની પેરિસમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ક્લાઇમ્બર્સે યુક્રેન માટે સમર્થન વ્યક્ત કરીને દોરડા વિના પેરિસની સૌથી ઊંચી ઇમારત પર ચડ્યા હતા. આવો જાણીએ સંપૂર્ણ સમાચાર….

યુક્રેનને આ રીતે મળ્યું સમર્થન  

અમે આપને જણાવ્યું તેમ આ ઘટના ફ્રાન્સની રાજધાની પેરિસની છે. ફ્રાન્સની મીડિયા સર્વિસિસના અહેવાલો અનુસાર, આ ચઢાણ મોન્ટપાર્નાસ બિલ્ડિંગ પર કરવામાં આવી છે. 21 વર્ષીય લીઓ અર્બન અને તેના પાર્ટનર લેન્ડોટ યુક્રેનિયન ધ્વજના રંગમાં સજ્જ બિલ્ડીંગ પર ચઢ્યા હતા. ફ્રેન્ચ જોડીએ 52 મિનિટમાં 210-મીટર (689-ફૂટ) ઊંચી ઇમારતની છત પર ચઢીને યુક્રેનિયન ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.

યુક્રેનમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ

હકીકતમાં, આ વિરોધ વિશ્વની નજર પોતાની તરફ ખેંચી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, આ નજારો જોવા માટે બિલ્ડિંગની આસપાસ લોકો એકઠા થયા હતા. અમે યુક્રેનના લોકોની હિંમતને સલામ કરીએ છીએ જે રીતે તેઓ રશિયન હુમલાઓનો સામનો કરી રહ્યા છે અને આ યુદ્ધમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમ પર્વતારોહકોએ જણાવ્યું હતું. લેન્ડોટે અગાઉ 2021માં મોન્ટપાર્નાસ ટાવર પર બે વાર સફળતાપૂર્વક ચડયા હતા,જ્યારે અર્બન ગયા સપ્ટેમ્બરમાં એફિલ ટાવર પર ચડયા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું…

યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિના અનેક પ્રતિબંધો સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે યુદ્ધની વચ્ચે હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ સ્પષ્ટપણે કહ્યું છે કે યુક્રેન હવે નાટોના સભ્યપદની માંગ નહીં કરે. રશિયાની માગણીઓ અંગે ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ વાટાઘાટો કરવા તૈયાર છે. ઝેલેન્સકીએ કહ્યું કે તે માત્ર સુરક્ષા ગેરંટી માંગી રહ્યા છે. ઝેલેન્સકીના આ નિવેદન બાદ નિષ્ણાતોનું માનવું છે કે એવું લાગી રહ્યું છે કે યુક્રેન ટૂંક સમયમાં જ હથિયાર મુકશે. સમગ્ર વિશ્વની નજર હવે યુક્રેન અને રશિયા પર છે.

આ પણ વાંચો :ડુક્કરનું હૃદય લગાવનાર અમેરિકી નાગરિકનું મોત, બે મહિના પહેલા થઈ હતી સર્જરી 

આ પણ વાંચો :રશિયા યુક્રેન પર રાસાયણિક હુમલો કરી શકે છે, અમેરિકાએ આપી ચેતવણી

આ પણ વાંચો : યુક્રેનના પ્રસૂતિ ગૃહ અને બાળકોની હોસ્પિટલ પર રશિયાએ કર્યો હુમલો,અનેક બાળકો દટાયા

આ પણ વાંચો : યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં પાવર ગ્રીડને ભારે નુકસાન,આ જોખમ થઇ શકે છે!