Not Set/ અમદાવાદ  : વૃષ્ટિ અને શિવમ ગુમ થવા મામલે, પોલીસને મળ્યા CCTV ફૂટેજ

અમદાવાદ વસ્ત્રાપુર નિવાસી વૃષ્ટિ અને તેની જ સાથે અભ્યાસ કરતાં શિવમ પટેળ ગત 30તારીખથી ગુમ થયેલા છે. જે અંગે ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને ટ્વીટ કરીને લોકોને આ અંગે કોઈ માહિતી હોય તો શેર કરવા વિનંતી પણ કરી હતી. અને ત્યાર બાદ આ મામલે પોલીસે પોતાની કાર્યવાહી ઝડપી બનાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વૃષ્ટિ અને […]

Top Stories Ahmedabad Gujarat
vrusti અમદાવાદ  : વૃષ્ટિ અને શિવમ ગુમ થવા મામલે, પોલીસને મળ્યા CCTV ફૂટેજ

અમદાવાદ વસ્ત્રાપુર નિવાસી વૃષ્ટિ અને તેની જ સાથે અભ્યાસ કરતાં શિવમ પટેળ ગત 30તારીખથી ગુમ થયેલા છે. જે અંગે ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને ટ્વીટ કરીને લોકોને આ અંગે કોઈ માહિતી હોય તો શેર કરવા વિનંતી પણ કરી હતી. અને ત્યાર બાદ આ મામલે પોલીસે પોતાની કાર્યવાહી ઝડપી બનાવી હતી.

WhatsApp Image 2019 10 05 at 14.09.49 અમદાવાદ  : વૃષ્ટિ અને શિવમ ગુમ થવા મામલે, પોલીસને મળ્યા CCTV ફૂટેજ

પ્રાપ્ત વિગતો અનુસાર, વૃષ્ટિ અને શિવમ ધોરણ 11 થી એકમેકના પરિચયમાં છે.  બંને ઉવારસદ પાસે આવેલી કોલેજ માં સાથે અભ્યાસ કરતાં હતા. શિવમ નો પરિવાર અમેરિકા રહે છે. જયારે  વૃષ્ટિની માતા પણ આઉટ ઓફ કન્ટ્રી છે.  1 તારીખે વૃષ્ટિ અને 2 તારીખે શિવમ ના ગુમ થયાનું સામે આવ્યું હતું.

આ અંગે પોલીસ દ્વારા તેમના મિત્રો, ઘરઘાટી, ડ્રાઈવર વિગેરેના નિવેદનો લેવામાં આવ્યા છે. જ્યારે શિવમ ના ઘરે સર્ચ કરતાં ઘરમાથી બિયર અને વાઈન મળી આવ્યા છે.

વૃષ્ટિના પરિવારના જણાવ્યા અનુસાર વૃષ્ટિ 30 સપ્ટેમ્બરથી ગુમ છે, જ્યારે પોલીસને 1 ઓક્ટોબર ના રોજના વૃષ્ટિના સોસાઈટના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં વૃષ્ટિ અને શિવમ બંને સોસાયટીમાંથી બહાર જતાં દેખાય છે.

આ ઉપરાંત વધુ એક સીસીટીવી ફૂટેજ અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશનનો છે જેમાં પણ બંને સાથે દેખાઈ રહ્યા છે.

વૃષ્ટિ ગુમ થવા બાબતે  પોલીસે વિવિધ જગ્યાએ પોસ્ટર પણ લગાવ્યા છે.  જેમાં વૃષ્ટિનું વર્ણન લખવામાં આવ્યું છે. વૃષ્ટિ શરીરે મધ્યમ બાંધાની, રંગ શ્વેત, ઉંચાઈ આશરે 5 ફૂટ 1 ઈંચ છે. જ્યારે તેણી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. વૃષ્ટિએ ગુમ થયા સમયે લાલ રંગની કુર્તી અને વાદળી રંગનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું.તેમજ તેણીના ડાબા હાથના કાંડાના ભાગે તથા ગરદનના નીચા ભાગે ટેટ્ટુ ત્રોફાવેલું છે. જો વૃષ્ટિ મળી આવે તો નવંરગપુરા પોલીસ સ્ટેશનના 079-26440698 પર સંપર્ક કરવો.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 અમદાવાદ  : વૃષ્ટિ અને શિવમ ગુમ થવા મામલે, પોલીસને મળ્યા CCTV ફૂટેજ

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.