Not Set/ આયેશાના પિતાએ દીકરીનું ઘર બચાવવા દીકરાના ઘર માટે ભેગા કરેલા નાણાં પણ આરીફને ધરાવ્યા હતા

આપણે આપણા ઘરમાં સુખી સુખી અને સલામત જિંદગી જીવી રહ્યા છીએ ત્યારે કોઈ સ્ત્રી પર અત્યાચાર ગુજારવામાં આવે ત્યારે તેના માતા-પિતા કેટલી હદે ભોગ આપતા હોય છે તેનો ખ્યાલ આયેશા કેસમાં થયેલા નવા ખુલાસા પરથી આવે છે.

Gujarat
AARIF AAISHA SANDESH આયેશાના પિતાએ દીકરીનું ઘર બચાવવા દીકરાના ઘર માટે ભેગા કરેલા નાણાં પણ આરીફને ધરાવ્યા હતા

આપણે આપણા ઘરમાં સુખી સુખી અને સલામત જિંદગી જીવી રહ્યા છીએ ત્યારે કોઈ સ્ત્રી પર અત્યાચાર ગુજારવામાં આવે ત્યારે તેના માતા-પિતા કેટલી હદે ભોગ આપતા હોય છે તેનો ખ્યાલ આયેશા કેસમાં થયેલા નવા ખુલાસા પરથી આવે છે.અમદાવાદની આયેશા એ આત્મહત્યા કર્યા બાદ તેના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ ભારે ઊહાપોહ જગાવ્યો હતો. તેની વચ્ચે આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસ પાસેથી રોજ નવા ખુલાસાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે.જે સાંભળી અને ભલભલા લોકોના કાળજા કંપાવી જાય તેવું છે વટવાની આયેશાના આત્મહત્યા કેસમાં તેના પતિ આરિફ ખાનના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, આ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે કે આરિફ અને તેનો પરિવાર આર્થિક રીતે સધ્ધર હોવા છતાં પણ આયેશાના પરિવાર પાસે અવારનવાર પૈસાની માગણી કરતો હતો. આરિફનો પરિવાર ઝાલોરના પોશ વિસ્તારમાં ભવ્ય મકાન અને ચાર દુકાન ધરાવે છે.

વિવાદ / સુરતમાં AAPના કોર્પોરેટરની ચકલી ફુલેકે ચઢી, રાતોરાત યોગી ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન કરી નાખતા વિવાદ

aayesha liyakat ali 2 આયેશાના પિતાએ દીકરીનું ઘર બચાવવા દીકરાના ઘર માટે ભેગા કરેલા નાણાં પણ આરીફને ધરાવ્યા હતા

આયેશાના સાસરીયા કેટલી હદે લાલચુ હશે તે બાબતનો ખ્યાલ તેમની મિલકતો વિશેની જાણ થયા બાદ આવે છે,આયેશાના કેસના આરોપી આરિફ ખાનના પિતા ઝાલોરના પોશ ગણાતા વિસ્તારમાં મોટું મકાન ધરાવે છે, સાથે તેમની માલિકીની 4 દુકાન પણ છે, જે ભાડે આપી છે. આ મિલકતમાંથી તેઓ મહિને 50 હજાર જેટલી આવક મેળવે છે. બીજી તરફ, આરિફ ખાન અને તેના પિતા બાબુખાન માઇનિંગ ફેક્ટરીમાં નોકરી કરી સારોએવો પગાર મેળવે છે, તેમ છતાં તેઓ આયેશાને અવારનવાર પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા. આયેશાના પિતાએ કહ્યું હતું કે તેમણે પોતાના દીકરાઓ માટે મકાન બનાવવા પૈસા ભેગા કર્યા હતા, પરંતુ આયેશાના પતિએ પૈસાની માગણી કરતાં તેમણે તેને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યાર બાદ પણ અવારનવાર આયેશા પાસે તેનો પતિ પૈસા માગતો હતો.

threat / ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી, ફેસબૂક પર પોસ્ટ કરી આપી જાણકારી

aarif 1 આયેશાના પિતાએ દીકરીનું ઘર બચાવવા દીકરાના ઘર માટે ભેગા કરેલા નાણાં પણ આરીફને ધરાવ્યા હતા

 

ભાવવધારો / કપાસીયા અને સીંગતેલના છૂટક ભાવોમાં ખૂબ નજીવો ભાવ વધારો થયો છે : જયેશ રાદડિયા

આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસે આયેશાના પતિને બુધવારે એડિશનલ ચીફ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી રજૂઆત કરી હતી કે આયેશાએ આત્મહત્યા કરતાં પહેલાં બનાવેલો વીડિયો કોઈને વાઇરલ કર્યો છે કે નહિ? એની તપાસ કરવાની બાકી છે. આરિફે આયેશાને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો છે કે નહિ? વીડિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે કે નહિ? એ તપાસ બાકી છે. આરોપી તપાસમાં સહકાર આપતો નથી, તેની પોલીસ કસ્ટડીની જરૂર છે. આયેશાને માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરી છે, તેમાં તેની સાથે બીજું કોઈ સંડોવાયું છે કે નહિ? એ બાબતે વિગતવાર તપાસ કરવાની બાકી છે. તમામ તપાસ માટે 5 દિવસના રિમાન્ડની જરૂર છે. અંતે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…