Not Set/ અયોધ્યા વિવાદ : મધ્યસ્થતાની નવી રજૂઆતને લઈને મુસ્લિમ પક્ષનો વિવાદ

રામ જન્મભૂમિ મુદ્દે પરસ્પર સંમતિથી હલ કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં, યુપી સુન્ની વકફ બોર્ડ અને નિર્વાણી અખાડાએ ફરી એકવાર મધ્યસ્થીની માંગ કરી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત આર્બિટ્રેશન પેનલના અધ્યક્ષ જસ્ટીસ કાલીફુલ્લાને પત્ર લખ્યો છે. અહેવાલ મુજબ કેટલાક મુસ્લિમ પક્ષોનું માનવું છે કે હિન્દુઓને રામ જન્મભૂમિ આપવામાં કોઈ નુકસાન […]

Top Stories India
અયોધ્યા વિવાદ : મધ્યસ્થતાની નવી રજૂઆતને લઈને મુસ્લિમ પક્ષનો વિવાદ

રામ જન્મભૂમિ મુદ્દે પરસ્પર સંમતિથી હલ કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં, યુપી સુન્ની વકફ બોર્ડ અને નિર્વાણી અખાડાએ ફરી એકવાર મધ્યસ્થીની માંગ કરી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત આર્બિટ્રેશન પેનલના અધ્યક્ષ જસ્ટીસ કાલીફુલ્લાને પત્ર લખ્યો છે.

અહેવાલ મુજબ કેટલાક મુસ્લિમ પક્ષોનું માનવું છે કે હિન્દુઓને રામ જન્મભૂમિ આપવામાં કોઈ નુકસાન નથી, પરંતુ આ પછી હિન્દુઓએ બીજી કોઈ મસ્જિદ અથવા ઇદગાહનો દાવો ન કરવો જોઇએ. ઉપરાંત, એએસઆઈ દ્વારા કબજે કરવામાં આવેલી બધી મસ્જિદો નિયમિત નમાઝ માટે ખોલવી જોઈએ.

જો કે સુન્ની વકફ બોર્ડના વકીલો આવો કોઈ પત્ર મોકલ્યો હોવાનો ઇનકાર કરી રહ્યા છે. વકીલે કહ્યું છે કે વક્ફ બોર્ડના અધ્યક્ષે વ્યક્તિગત ક્ષમતામાં કંઈક મોકલ્યું હશે. એકવાર સુનાવણી શરૂ થયા પછી, મધ્યસ્થતા  પેનલ આપોઆપ સમાપ્ત થી ગઈ છે.

મધ્યસ્થી તરીકે  નિર્વાણી અખાડાનું નામ સામે આવ્યું છે તે કેસનો પક્ષકાર નથી. તે હનુમાનગાદી મંદિરનો પ્રભારી છે. બોર્ડના વકીલે કહ્યું છે કે “ઉપાસકો” તરીકે હસ્તક્ષેપની અરજી દાખલ કરવામાં આવી શકે છે, પરંતુ રામ જન્મભૂમિ વિવાદમાં તેને સત્તાવાર પક્ષ ગણી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.