Not Set/ અયોધ્યા વિવાદ: રાજીવ ધવને કહ્યું – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રામ જન્મસ્થાનનું બ્યૂગલ વગાડ્યું હતું

અયોધ્યા જમીન વિવાદ મામલામાં 25 મા દિવસે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણની ખંડપીઠે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને પૂછ્યું કે ભગવાનને સ્વયંભૂ હોવું એ સામાન્ય પ્રકિયા છે.. ?  આ કેવી રીતે સાબિત કરશો કે રામ નો જન્મ અંહી જ થયો હતો. કે નહીં ..? આ અંગે રાજીવ […]

Top Stories India
રામજન્મ અયોધ્યા વિવાદ: રાજીવ ધવને કહ્યું – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રામ જન્મસ્થાનનું બ્યૂગલ વગાડ્યું હતું

અયોધ્યા જમીન વિવાદ મામલામાં 25 મા દિવસે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણની ખંડપીઠે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને પૂછ્યું કે ભગવાનને સ્વયંભૂ હોવું એ સામાન્ય પ્રકિયા છે.. ?  આ કેવી રીતે સાબિત કરશો કે રામ નો જન્મ અંહી જ થયો હતો. કે નહીં ..?

આ અંગે રાજીવ ધવને કહ્યું કે આ મુશ્કેલ છે. રામજ્ન્મસ્થાનનું બ્યૂગલ તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1855 માં જ વગાડી દીધું હતું અને હિન્દુઓને ત્યાં રામચબુતરા પર પુજા  પાઠ કરવાની મંજૂરી આપી હતી. ધવને ઈકબાલની કવિતાનો ઉલ્લેખ કરતા રામને ઇમામ હિંદ ગણાવ્યા હતા, અને કહ્યું હતું કે, તેમને રામ પર  ગર્વ છે, પરંતુ પછી ઇકબાલ બદલાઈ ગયા હતા અને પાકિસ્તાન સમર્થક બન્યા હતા.

ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ધવનને તે ફકરો વાંચવા માટે કહે છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો હિન્દુઓ રામ જન્મસ્થળ સાબિત કરશે તો મુસ્લિમ પક્ષ જ પોતાનો દાવો અને મસ્જિદનો બંધારણનો ઢાચો તોડી પાડશે. આના પર ધવને એક ફકરો વાંચ્યો. ધવને કહ્યું કે ઘંટીના ચિત્રો, મિનારા અને અને વજુખાનાની ગેરહાજરીને કારણે મસ્જિદના અસ્તિત્વમાં કોઈ ફરક નથી.

ન્યાયાધીશ બોબડેએ એવા મૌલાનાનું નિવેદન વાંચવાનું કહ્યું કે જેનો ક્રોસ કરવામાં આવ્યો ન હતો. એટલે કે, મૌલાના દ્વારા આપવામાં આવેલી ધવનની દલીલ શૂન્ય થઈ ગઈ, કારણ કે મૌલાનાને ક્રોસ કરતાં પહેલા મૃત્યુ પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.