National News/ પૂર્વ IPS રાજેશ પાંડેય બની શકે છે પ્રથમ CEO, ટ્રસ્ટની બેઠકમાં મોટા નિર્ણયો સંભવિત

પૂર્વ IPS રાજેશ પાંડેય અયોધ્યા Ram Mandirના પ્રથમ CEO બની શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ગર્ભગૃહમાં AC અને નવી સમિતિઓ અંગે નિર્ણય લેવાશે.

NATIONAL Top Stories India
Ram Mandir

Ayodhya Ram Mandir CEO News: અયોધ્યાના રામ મંદિરના વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પૂર્વ IPS અધિકારી રાજેશ પાંડેયને રામ મંદિરના પ્રથમ CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવવાનો નિર્ણય થઈ શકે છે. બુધવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં તેમના નામ પર અંતિમ ચર્ચા થવાની શક્યતા છે.

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે રહી ચૂક્યા છે રાજેશ પાંડેય

પ્રયાગરાજના રહેવાસી રાજેશ પાંડેયને પોલીસ સેવાનો લાંબો અનુભવ છે. તેઓ યુપી પોલીસની STF અને ATSના સ્થાપક સભ્યોમાં સામેલ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન 80થી વધુ એન્કાઉન્ટરમાં તેમની ભૂમિકા રહી હોવાનું જણાવાય છે. ગેંગસ્ટર શ્રીપ્રકાશ શુક્લા સામેની કાર્યવાહી સાથે પણ તેમનું નામ જોડાયેલું છે. આ ઉપરાંત તેમણે સંયુક્ત રાષ્ટ્રના કોસોવો પીસકીપિંગ મિશનમાં પણ કામ કર્યું છે. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મીડિયા પ્રભારી શરદ શર્માને ટ્રસ્ટના પ્રવક્તા બનાવવાની ચર્ચા થઈ શકે છે. સાથે જ પ્રસાદ સમિતિ અને પરિક્રમા સમિતિની(Ram Mandir) રચનાની જાહેરાત પણ સંભવિત છે. ધાર્મિક સમિતિમાં સભ્યોની સંખ્યા વધારવા તથા ટ્રસ્ટમાં ખાલી પડેલી ત્રણ જગ્યાઓ ભરવા અંગે પણ નિર્ણય થઈ શકે છે.

Ram Mandir

ગર્ભગૃહમાં બે AC લગાવવાની તૈયારી

રામલલાની(Ram Mandir) સેવા માટે ગર્ભગૃહમાં બે AC લગાવવાનો પ્રસ્તાવ પણ બેઠકમાં મંજૂર થઈ શકે છે. તેમાં એક 1 ટન અને બીજું 3 ટનનું AC હોવાનું જણાવાયું છે. AC લગાવવા માટે દિવાલોમાં જરૂરી ફેરફાર કરવાની મંજૂરી ધાર્મિક સમિતિએ માંગી છે. પરિક્રમા સમિતિ મંદિરની આસપાસ થતી પરિક્રમાની વ્યવસ્થા વધુ સારી બનાવવા અંગે નિર્ણયો લેશે. જ્યારે પ્રસાદ સમિતિ રામલલાના ભક્તોને આપવામાં આવતા દૈનિક પ્રસાદ ઉપરાંત તહેવારો અને ખાસ પ્રસંગોના વિશેષ પ્રસાદ અંગે વ્યવસ્થા નક્કી કરશે.

દાન ચોરી બાદ ટ્રસ્ટની ત્રીજી બેઠક

રામ મંદિરના(Ram Mandir) દાનમાં ચોરીના આરોપો સામે આવ્યા બાદ આ ટ્રસ્ટની ત્રીજી મહત્વની બેઠક છે. અગાઉની બેઠકોમાં ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવામાં આવ્યા હતા અને નવ સંતોની ધાર્મિક સમિતિની રચના કરવામાં આવી હતી. રામ મંદિરના CEO પદ માટે કુલ 5585 અરજીઓ મળી હતી. તેમાંથી 16 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા હતા. 11 અને 12 ઓગસ્ટે અયોધ્યામાં તેમના ઇન્ટરવ્યૂ થયા બાદ સર્ચ કમિટીએ ત્રણ નામ ટ્રસ્ટને મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.

દાન ચોરી કેસમાં SITની તપાસ ચાલુ

દાન ચોરીનો મામલો જૂનમાં સામે આવ્યા બાદ SITએ પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ FIR નોંધાઈ અને આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ કેસની તપાસ સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ રામ મંદિર (Ram Mandir)સંબંધિત અરજીઓ દાખલ થઈ છે.


આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર ચોરી કેસ: VHP એ પોતાને મંદિરના વહીવટથી દૂર કર્યા, જાણો શું કહ્યું?

આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિરમાં ચોરી કેસમાં તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

આ પણ વાંચો: રામ મંદિર દાન ચોરી કેસમાં મોટું એક્શન; આરોપીઓના ઘરે પોલીસની રેડ, 80 લાખ રિકવર