Suicide/ શોકમાં ડૂબ્યો ફોગાટ પરિવાર, બબીતા ​​ફોગાટની બહેને કર્યો આપઘાત

રમતગમતની દુનિયાથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે,એક ખેલાડી મેચ હારવાનું દુ:ખ સહન કરી શકી નહીં.

Top Stories Sports
A 188 શોકમાં ડૂબ્યો ફોગાટ પરિવાર, બબીતા ​​ફોગાટની બહેને કર્યો આપઘાત

રમતગમતની દુનિયાથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે,એક ખેલાડી મેચ હારવાનું દુ:ખ સહન કરી શકી નહીં. અને પોતાને ફાંસી લગાવી આપઘાત કરી લીધો. કુસ્તીની ફાઈનલ મેચ હાર્યા બાદ ભારતીય મહિલા રેસલર રિતિકાએ આત્મહત્યા કરી છે. આપને જણાવી દઈએ કે રીતિકા બબીતા ​​ફોગાટ ગીતા ફોગાટની મામાની દીકરી છે.

રીતિકા ભારતની સ્ટાર રેસલર બબીતા ​​અને ગીતા ફોગાટની કઝિન બહેન હતી. તેણે 15 માર્ચની રાત્રે ગામ બલાલીમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. રીતિકાએ 12 થી 14 માર્ચ દરમિયાન રાજસ્થાનના ભરતપુરના લોહાગઢ સ્ટેડિયમ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની સબ જુનિયર, જુનિયર મહિલા અને પુરુષોની રેસલિંગ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની અંતિમ મેચ 14 માર્ચે રમવામાં આવી હતી, જેમાં રીતિકા મેચ એક પોઇન્ટથી હારી ગઈ હતી. આ હાર બાદથી તે આઘાતમાં હતી, ત્યારબાદ તેણે 15 માર્ચની રાત્રે બલાલી ગામના મકાનમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો :ટોસ જીતો મેચ જીતો, અમદાવાદની પીચનો કઇંક આવો જ છે મિજાજ

ritika શોકમાં ડૂબ્યો ફોગાટ પરિવાર, બબીતા ​​ફોગાટની બહેને કર્યો આપઘાત

સોશિયલ મીડિયા પર પણ આ સમાચારથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આટલી નાની ઉંમરે પ્રતિભાશાળી કુસ્તીબાજાનું આ રીતે જવું  લોકોને ખૂબ વિચિત્ર લાગ્યું છે. લોકો એક ક્ષણ માટે પણ વિશ્વાસ કરી શક્યા નહીં, પરંતુ સત્ય જાણ્યા પછી, સોશિયલ મીડિયા પર, યુઝર્સ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને તેમની સિદ્ધિઓને યાદ કરી રહ્યા છે. 17 વર્ષિય રીતિકા લગભગ 5 વર્ષથી તેના કાકા મહાવીર પહેલવાનના ગામ બલાલીમાં રેસલિંગ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહી હતી. આ અગાઉ તેણે 4 રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો : મહિલા ક્રિકેટમાં મુંબઈ ટીમનું ગજબ કારનામું : 50 ઓવરનો મેચ માત્ર 4 બોલમાં જીતી લીધો…!

આપને જણાવી દઈએ કે રેસલિંગ રેસલર રીતિકાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. મૃતકના અંતિમ સંસ્કાર મંગળવારે રાજસ્થાનના તેમના વતન ગામ જેતપુરમાં કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રમતગમતની દુનિયામાં શોક વ્યાપી ગયો છે.