ભાજપને સમર્થન કરતા મુસ્લિમ યુવકની હત્યા/ ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત પર બાબરે વહેંચી મીઠાઈ,પાડોશીઓએ ઢોર મારમારી કરી હત્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના રામકોલામાં એક ભાજપ તરફી યુવકની લિંચિંગ પર દુખ વ્યક્ત કર્યું છે

Top Stories India
7 34 ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત પર બાબરે વહેંચી મીઠાઈ,પાડોશીઓએ ઢોર મારમારી કરી હત્યા

ઉત્તરપ્રદેશમાં વિધાનસભામાં ભાજપનો જવલંત વિજ્ય થતાં મુસ્લિમ યુવક બાબરે તેના વિસ્તારમાં મીઠાઇ વહેંચતા આજુબાજુના લોકો રોષે ભરાયા હતા અને તેને ઢોર માર માર્યો હતો જેના લીધે તેનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના રામકોલામાં એક ભાજપ તરફી યુવકની લિંચિંગ પર દુખ વ્યક્ત કર્યું છે. તેમજ સીએમ યોગીએ તપાસના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે  કે ભાજપની તરફેણમાં મતદાન કરવા અને જીતનો જશ્ન મનાવવા માટે મારપીટમાં ઘાયલ થયેલા યુવકનું લખનૌમાં સારવાર દરમિયાન મોત થયું હતું. શનિવારે સાંજે તેનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો હતો. રવિવારે સવારે સગાસંબંધીઓએ મૃતદેહને ઘરના દરવાજે મૂકીને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હોબાળો મચાવ્યો હતો. આ માહિતી મળતાં જ પ્રદેશ ધારાસભ્ય પીએન પાઠક અને એસડીએમ તેમના ઘરે પહોંચ્યા.

બંનેએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપીને પરિવારજનોને સમજાવ્યા હતા. આ પછી પરિવારજનોએ મૃતદેહને સોંપ્યો હતો. નોંધનીય છે કે રામકોલા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠઘરી ગામના રહેવાસી 30 વર્ષીય બાબરને તેના પાડોશીઓએ ભાજપની તરફેણમાં મતદાન કર્યા પછી અને પ્રદેશ ધારાસભ્ય પીએનની જીત પર ગામમાં મીઠાઈઓ વહેંચી અને ફટાકડા ફોડવા મામલે માર માર્યો હતો,તેમની લખનૌની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શુક્રવારે તેમનું અવસાન થયું હતું. શનિવારે રાત્રે મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો હતો. રવિવારે સવારે આઠ વાગ્યે પરિવારજનોએ મૃતદેહને ઘરના દરવાજે રાખીને એસડીએમને બોલાવવાની માગણી શરૂ કરી હતી…
લગભગ છ કલાક પછી ઘટનાસ્થળે પહોંચેલા એસડીએમ કસાયા વરુણ કુમાર પાંડેએ પીડિત પરિવારને આરોપીઓની ધરપકડનું આશ્વાસન આપ્યું. પીડિત પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી લેતા પ્રદેશ ધારાસભ્ય પી.એન.પાઠકે ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. એસઓ ડીકે સિંહે જણાવ્યું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અન્યની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે.

આ મામલે રવિવારે મુખ્યમંત્રી યોગીએ ટ્વીટ કરીને કુશીનગરના કાઠઘરી ગામના બાબરના લોકો દ્વારા માર મારવાને કારણે થયેલા મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને આ મામલાની સઘન તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.