Not Set/ બડોસાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો,જયારે કેમેરોન નૌરી પુરુષમાં ચેમ્પિયન

સ્પેનની ખેલાડી પાઉલા બડોસાએ બીએનપી પરિબાસ ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. ફાઇનલમાં તેણે વિશ્વની 32 મી ક્રમાંકિત બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાને હરાવી હતી.

Top Stories Sports
tennis બડોસાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો,જયારે કેમેરોન નૌરી પુરુષમાં ચેમ્પિયન

વિશ્વની 27 મી નંબરની સ્પેનની ખેલાડી પાઉલા બડોસાએ બીએનપી પરિબાસ ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. ફાઇનલમાં તેણે વિશ્વની 32 મી ક્રમાંકિત બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાને હરાવી હતી. બડોસાએ ત્રણ કલાક અને છ મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં અઝારેન્કા સામે 2-1થી જીત નોંધાવી હતી. આ સિવાય પુરુષ વિભાગમાં બ્રિટનના કેમેરોન નૂરી વિજેતા થયા હતા. તેણે ટાઇટલ મેચમાં જ્યોર્જિયાના નિકોલોઝ બસીલાશવિલીને 2-1થી હરાવ્યો હતો.

બે વખતની વિજેતા વિક્ટોરિયા અઝારેન્કાએ ફાઇનલ મેચમાં બડોસાને જબરદસ્ત લડત આપી હતી. તે ત્રીજા અને નિર્ણાયક સેટમાં એકવાર 4-5થી પાછળ હતી. પરંતુ પાછા આવ્યા બાદ તેણે ફાઇનલ મેચ જીતી લીધી. પોલા બડોસાએ આ મેચમાં અઝારેન્કાને 7-6, 2-6, 7-6થી હરાવી હતી. સ્પેનિશ ખેલાડીએ પ્રથમ વખત બીએનપી પરિબાસ ઓપન (ઇન્ડિયન વેલ્સ) ખિતાબ જીત્યો છે.

મેન્સ સિંગલ્સની ફાઇનલમાં બ્રિટનના કેમેરોન નૌરી વિજેતા બન્યા હતા. વિશ્વની 26 મી નૌરીએ ફાઇનલમાં વિશ્વની 36 મી ક્રમાંકિત જ્યોર્જિયાની નિકોલોઝ બસીલાશવિલીને 3-6, 6-4, 6-1થી હરાવ્યા હતા. નૌરીએ પ્રથમ સેટ ગુમાવ્યા બાદ પાછા આવીને ફાઇનલ જીતી હતી. નિકોલોઝે પ્રથમ સેટમાં જે રીતે પ્રદર્શન કર્યું તે જોઈને એવું લાગતું હતું કે તે ટાઇટલ જીતશે. પરંતુ નૌરીએ પુનરાગમન કર્યું અને બીજો સેટ 6-4થી જીતી લીધો. આ પછી, ત્રીજા અને અંતિમ સેટમાં, તેણે જબરદસ્ત સ્ટ્રોક મારતા, નિકોલોઝ બસીલાશવિલીને ટકવા દીધો નહીં. બ્રિટિશ ખેલાડીએ ત્રીજો સેટ 6-1થી જીતી લીધો.