જામનગર/ U. A. E. ની બહેરીનની ટીમ ગુજરાતના 12 દિવસના પ્રવાસે, જામનગર ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જી ફોર્સ એકેડમી દુબઈમાં બહેરીનની ટીમ ગુજરાતના 12 દિવસના પ્રવાસે આવી છે. અને જામનગર ખાતે ત્રણ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે.

Gujarat Others
બહેરીન

@સાગર સંઘાણી  

જી ફોર્સ એકેડમી દુબઈમાં બહેરીનની ટીમ ગુજરાતના 12 દિવસના પ્રવાસે આવી છે. અને જામનગર ખાતે ત્રણ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે. શનિવારે અન્ડર-14ની ટીમ નો મેચ રમાયો હતો. બીજા દિવસે રવિવારના રોજ અન્ડર 16ની ટીમનો મેચ રમાયો. તેનો ભવ્ય પ્રારંભ કરાયો. સોમવારે અન્ડર 19ની ટીમ વચ્ચે ક્રિકેટનો મુકાબલો થશે. તમામ મેચ 20 ઓવરના રમાશે.

દુબઈથી અન્ડર 14,અન્ડર 16 અને અન્ડર 19ની ત્રણ ટીમના 45 જેટલા ખૈલાડીઓ ગુજરાતમા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આવ્યા છે.જેમા યુ. કે, ન્યુઝીલેન્ડ, બહેરીન, USA થી ખૈલેયાઓ જામનગરમા આવ્યા છે. વિદેશથી પધારેલ ક્રિકેટર મહેમાનોનુ જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્રારા ફૂલહાર અને બેન્ડબાજા સાથે સ્વાગત કરાયુ. આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા પુર્વ રાજમંત્રી અને પુર્વધારાસભ્ય, જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, જામનગર ડ્રિસ્ટ્રીકટ ક્રિકેટ એશોસિયેશનના પ્રમુખ અજયભાઈ સ્વાદીયા, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, વિનુભાઈ ધ્રુવ, એસોસિએશનના સભ્યો, રજીણત ટ્રોફીની ખૈલાડીઓ અને પુર્વ ખૈલાડીઓ, વાલીઓ, ક્રિકેટની તાલીમ મેળવારનાર ખૈલાડીઓ. મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો: