Devbhumi Dwarka/ શિવરાજપુર બીચ ચાલતી તમામ ગેરકાયદે એક્ટિવિટી પર પ્રતિબંધ

પેરાગ્લાઇડિંગ કરતા યાત્રિકનો અક્સ્માત થતા નીચે પટકાયા બાદ તંત્ર સફાળું જાગ્યું

Gujarat Others
શિવરાજપુર બીચ

ખુશાલ ગોકાણી – પ્રતિનિધિ, દેવભૂમિ દ્વારકા

શિવરાજપુર બીચ પર પેરાગ્લાઇડિંગ દરમિયાન પ્રવાસી નીચે પટકાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. બીચ પર ગેર કાયદેસર ચાલતી તમામ એક્ટિવિટી હાલ બંધ કરી દેવામાં આવી છે.

થોડા દિવસ પહેલા શિવરાજપુર બીચ પર પેરાગ્લાઇડિંગ દરમિયાન પ્રવાસી આશરે 15થી 20 ફૂટ ઉંચેથી નીચે પટકાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. કલેકટર અશોક શર્માએ બીચનો વાયરલ વીડિયોની નોંધ લઇ બીચ પર ગેર કાયદેસર ચાલતી બોટ રાઈડ, સ્કુબા, પેરેગ્લાઇડિંગ સહિત સ્પોર્ટ્સ એક્ટીવિટી બંધ કરાવી દીધી છે.

કલેક્ટરે શિવરાજપુર બીચ પર તમામ ગેરકાયદે એક્ટિવિટી બંધ કરાવી યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઇ કડક પગલાં લેવા સુચનો આપ્યાં છે.

જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા  શિવરાજપુર બીચ પર પેરાગ્લાઇડિંગ દરમિયાન પ્રવાસી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો.


દેવભૂમિ દ્વારકા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો