Not Set/ બનાસકાંઠા: છાપી ડાયમંડ કોમ્પ્લેક્સ આગળથી ચોરાઈ 108 વાન

બનાસકાંઠ, બનાસકાંઠના છાપી ડાયમંડ કોમ્પ્લેક્સ આગળથી 108 વાન ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે, 108 એમ્બ્યુલન્સની ચોરીની ઘટનાએ લોકોમાં ભારે રમુજ ઉભી કરી છે, લોકોનું કહેવું છે કે હવે તો ગુજરાતમાં એમ્બ્યુલન્સ પણ સુરક્ષિત નથી રહી. સરકારી વાહનની ચોરી થતાં જ અધિકારીઓ દોડતા થઇ ગયા છે. 108 એમ્બ્યુલન્સમાં લગાવાયેલાના GPSનું લોકેશન પણ ટ્રેસ કરવામાં આવ્યું […]

Top Stories Gujarat Others
mantavya 211 બનાસકાંઠા: છાપી ડાયમંડ કોમ્પ્લેક્સ આગળથી ચોરાઈ 108 વાન

બનાસકાંઠ,

બનાસકાંઠના છાપી ડાયમંડ કોમ્પ્લેક્સ આગળથી 108 વાન ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે, 108 એમ્બ્યુલન્સની ચોરીની ઘટનાએ લોકોમાં ભારે રમુજ ઉભી કરી છે, લોકોનું કહેવું છે કે હવે તો ગુજરાતમાં એમ્બ્યુલન્સ પણ સુરક્ષિત નથી રહી. સરકારી વાહનની ચોરી થતાં જ અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

108 એમ્બ્યુલન્સમાં લગાવાયેલાના GPSનું લોકેશન પણ ટ્રેસ કરવામાં આવ્યું છે. 108 એમ્બ્યુલન્સના લોકેશનના આધારે અધિકારીઓ સ્થળ ઉપર તપાસ માટે રવાના થયા હતા.

મળતી માહિતી મુજબ વાન બિનવારસી હાલતમાં મળી આવી છે. આ વાન થરાદના જેતડાથી મળી આવી છે. ચોરોએ GPS સીસ્ટમ બંધ કરી દીધી હતી.

પોલીસ અને અધિકારીઓએ 108 એમ્બ્યુલન્સમાં લગાવેલા GPS સિસ્યમને ટ્રેસ કરીને એમ્બ્યુલન્સનું લોકેશન જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અધિકારીઓ GPS ટ્રેસ કરતા 108નું છેલ્લું લોકેશન છાપી પાસે આવેલા જાણવા મળ્યું હતું.

આ સાથે જ અધિકારીઓ લોકેસનની જગ્યાએ જવા રવાના થયા હતા. હાલ 108 એમ્બ્યુલન્સ મળી ગઇ છે, અને તે જેતડા ગામેથી બિનવારસી હાલતમાં મળી આવી છે