Banaskantha/ થરા નગરપાલિકામાં RCC રોડમાં ભ્રષ્ટાચાર, ડામર ખોવાઈ ગયો અને કપચી રોડ પર આવી 

થરા નગરપાલિકામાં RCC રોડમાં ભ્રષ્ટાચાર, ડામર ખોવાઈ ગયો અને કપચી રોડ પર આવી 

Gujarat Others
tanot mata 2 થરા નગરપાલિકામાં RCC રોડમાં ભ્રષ્ટાચાર, ડામર ખોવાઈ ગયો અને કપચી રોડ પર આવી 

@ચેહરસિંહ વાઘેલા, બનાસકાંઠા. 

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં આવતા તખતપુરા થી કોલેજ સુધી નો આર.સી.સી રોડ નું કામ કરેલ છે ત્યારે ચાર મહિનાની અંદર રોડ ની અંદરથી કપચી બહાર નિકળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે સ્થાનિક રહીશ ભરતભાઇ ચેહુજી ગોહિલ એ જણાવ્યું હતું કે આ આર.સી.સી રોડ કામમાં કોન્ટ્રાક્ટરએ ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સા ભરેલા હોય એવી જ રીતે આ રોડમાંથી કપચી બહાર આવી ગઈ છે આની યોગ્ય ધોરણે તપાસ થવી જોઈએ.

ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભ્રષ્ટાચાર નાબુદ કરવાના આદેશને નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ચુર ચુર કરી રહ્યા છે તેમજ સરકાર શ્રી દ્વારા વિકાસ લક્ષી ફાળવવામાં આવતી ગ્રાન્ટો રોડ રસ્તા કે બ્લોકના કામોમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી થોડા દિવસોમાં કરોડપતિ થવાના અભરખા માં ગરીબ લોકો માટે આપવામાં આવતા વિકાસનાં કામોમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે થરા નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરને શા માટે સાંવરી રહી છે તે ચર્ચા નો વિષય છે ત્યારે આ આર.સી.સી. રોડ ને જોતાજ જો ઉચ્ચ અધિકારીઓ આની ખરી તપાસ કરે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મિડિયા ના અહેવાલ બાદ ઉચ્ચ અધિકારીઓ તપાસ ના આદેશ કરશે ખરા કે તેરી ભી ચુપ ઔર મેરી ભી ચુપ થશે તે તો આવનારો સમય જ બતાવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…