Banaskantha/ રેલવે ટ્રેક ઓળંગવા જતા દાદા અને બે પૌત્રીઓના કરૂણ મોત

રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 14 રેલવે ટ્રેક ઓળંગવા જતા દાદા અને બે પૌત્રીઓના કરૂણ મોત

@પ્રકાશ ત્રિવેદી

બનાસકાંઠા: અમીરગઢના કિડોતર નજીક રેલવે ટ્રેક ઓળંગવા જતાં દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે ટ્રેક ઓળંગવા જતાં વૃદ્ધ અને બે પૌત્રીઓ ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, દાદા તેમની 5 અને 2 વર્ષીય પૌત્રીઓ સાથે અમીરગઢના કિડોતર નજીક રેલવે ટ્રેક ઓળંગવા જતા હતા ત્યારે અચાનક આબુરોડ તરફથી આવતી યોગાનગરી ટ્રેનની અડફેટે આવી જતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યું હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ દુર્ઘટના મામલે રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 રેલવે ટ્રેક ઓળંગવા જતા દાદા અને બે પૌત્રીઓના કરૂણ મોત


આ પણ વાંચો: Rajkot Murder/ રાજકોટમાં યુવાનની છડે ચોક હત્યા, પૈસાની લેતીદેતીમાં મામલો બીચક્યાની સંભાવના

આ પણ વાંચો: Mumbai/ ગોરેગાંવમાં 7 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી, 7 લોકોના મોત

આ પણ વાંચો: World Cup/ ભારતીય ટીમને મોટો ઝટકો, આ ઘાતક ખેલાડીને થયો ડેન્ગ્યૂ