Not Set/ બનાસકાંઠા: પથ્થર અને ધોકા વડે યુવાનની કરાઈ ક્રુર હત્યા

બનાસકાંઠા, બનાસકાંઠાના દિયોદરમાં યુવાનની ક્રુર હત્યાની ઘટના સામે આવી છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે પથ્થર અને ધોકા વડે યુવાનની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અજાણ્યા શખ્સોએ દિયોદરના બિયોકપુરા વિસ્તારમાં હત્યા કરી હતી. બનાસકાંઠાના દિયોદરમાં ભેંસાણના યુવકની કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ અંગત અદાવતમાં હત્યા કરી હતી. આ યુવકને પથ્થર અને ધોકા […]

Gujarat Others Trending
dsa 4 બનાસકાંઠા: પથ્થર અને ધોકા વડે યુવાનની કરાઈ ક્રુર હત્યા

બનાસકાંઠા,

બનાસકાંઠાના દિયોદરમાં યુવાનની ક્રુર હત્યાની ઘટના સામે આવી છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે પથ્થર અને ધોકા વડે યુવાનની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અજાણ્યા શખ્સોએ દિયોદરના બિયોકપુરા વિસ્તારમાં હત્યા કરી હતી.

dsa 6 બનાસકાંઠા: પથ્થર અને ધોકા વડે યુવાનની કરાઈ ક્રુર હત્યા

બનાસકાંઠાના દિયોદરમાં ભેંસાણના યુવકની કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ અંગત અદાવતમાં હત્યા કરી હતી. આ યુવકને પથ્થર અને ધોકા વડે માર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને જ્યારે યુવકની લાશ જોઈ તો અફરા તફડીનો માહોલ સર્જાયો હતો.

dsa 5 બનાસકાંઠા: પથ્થર અને ધોકા વડે યુવાનની કરાઈ ક્રુર હત્યા

લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા સ્થાનિકોમાં પણ ચકચાર મચી ગઇ હતી. ત્યારે આ યુવકની હત્યા ક્યા કારણોસર કરવામાં આવી..? આવી ક્રુરતાપૂર્વક કેમ યુવકની હત્યા કરાઇ..? આવા અનેક સવાલો પોલીસ સામે ઉભા થઇ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.