CBI Court/ ભ્રષ્ટાચારીઓને થથરાવતો સીબીઆઇ કોર્ટનો ચુકાદો

સીબીઆઇ કોર્ટે અપ્રમાણસર મિલકતના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સીબીઆઇ કોર્ટના આ ચુકાદામાં વલસાડના કસ્ટમ અધિકારીને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તેને 20 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 35 4 ભ્રષ્ટાચારીઓને થથરાવતો સીબીઆઇ કોર્ટનો ચુકાદો

અમદાવાદઃ સીબીઆઇ કોર્ટે અપ્રમાણસર મિલકતના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સીબીઆઇ કોર્ટના આ ચુકાદામાં વલસાડના કસ્ટમ અધિકારીને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તેને 20 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન આદર્યુ છે તેમા ફક્ત સાંસદો અને વિધાનસભ્યોને ત્યાં જ દરોડા પાડવામાં આવે છે તેવું નથી. મોટા-મોટા અધિકારીઓ જેમના પર લાંચ લેતા હોવાની શંકા છે અને તેમની આવકની તુલનાએ તે વૈભવી જીવનશૈલીથી રહે છે તેઓ સરકારની આંખમાં છે. સરકાર એક પછી એક બધાના પર તવાઈ બોલાવી રહી છે. જીએસટી વિભાગ અને આવકવેરા વિભાગ કરચોર વેપારીઓને ત્યાં દરોડા પાડે છે. તેની સામે ઇડી ભાગેડુ ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓને ત્યાં દરોડા પાડે છે.

સીબીઆઇ અપ્રમાણસર મિલકત ધરાવતા અધિકારીઓને ત્યાં દરોડા પાડે છે. આ જ સંદર્ભમાં ફૌઝા સિંઘ પઢેરના ઘરમાં સીબીઆઇએ સર્ચ કર્યુ હતુ. સર્ચ દરમિયાન અપ્રમાણસર મિલકત મળી આવી હતી. અપ્રમાણસર મિલકત મળી આવવાના પગલે તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઇ કોર્ટમાં તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, તેના અન્વયે તેમને સજા થઈ છે.

કેન્દ્ર સરકારમાં જો સૌથી વધારે દરોડા પડતા હોય તેવું ખાતું હોય તો તે કસ્ટમ અધિકારીઓનું માનવામાં આવે છે. કસ્ટમ્સ અધિકારીઓમાં ભ્રષ્ટ અધિકારીઓની ભરમાર હોવાનું કહેવાય છે.  તેના પછી આવકવેરા ખાતાનો નંબર આવે છે. આ સિવાય જીએસટી વિભાગના કર્મચારીઓ પણ તેમા આવે છે. હવે ભ્રષ્ટ અધિકારીઓ સામેની કાર્યવાહીથી તેમાં ફફડાટ વ્યાપી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 ભ્રષ્ટાચારીઓને થથરાવતો સીબીઆઇ કોર્ટનો ચુકાદો


આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝામાં હુમલા પર મુસ્લિમ દેશોમાં હંગામો, હિઝબુલ્લાએ અમેરિકાની દૂતાવાસમાં આગ લગાવી

આ પણ વાંચોઃ રાહત/ આશ્રમ શાળાના કર્મચારીઓ અંગે સરકારે લીધો મહત્વનો નિર્ણય

આ પણ વાંચોઃ Congress/ અદાણીનો મુદ્દો ફરી ઉછળ્યો! રાહુલ ગાંધીએ કહ્યું-’32 હજાર કરોડનું કૌભાંડ કર્યું’