Not Set/ બનાસકાંઠા: એલસીબી ટીમે લૂંટ અને ધાડ કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લા પોલીસની એલસીબી ટીમે લૂંટ અને ધાડ કરવાની પેરવી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના જુદા-જુદા શહેરોમાં આંગડિયાઓ,ફાઈનાન્સરો તેમજ વેપારીઓ પાસે મોટા પ્રમાણમાં લૂંટ કરવાનું આયોજન કર્યું હતું. જો કે તેમનું આયોજન પાર પડે તે પહેલાં જ પોલીસે તેઓને રિવોલ્વર સાથે ઝડપી લીધા હતા. જિલ્લા પોલીસ વડા […]

Top Stories Gujarat Others
mantavya 420 બનાસકાંઠા: એલસીબી ટીમે લૂંટ અને ધાડ કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લા પોલીસની એલસીબી ટીમે લૂંટ અને ધાડ કરવાની પેરવી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના જુદા-જુદા શહેરોમાં આંગડિયાઓ,ફાઈનાન્સરો તેમજ વેપારીઓ પાસે મોટા પ્રમાણમાં લૂંટ કરવાનું આયોજન કર્યું હતું. જો કે તેમનું આયોજન પાર પડે તે પહેલાં જ પોલીસે તેઓને રિવોલ્વર સાથે ઝડપી લીધા હતા.

જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળેની સૂચના અનુસાર એલસીબીની ટીમો હાઇવે પર તપાસમાં હતી.તે દરમ્યાન કણોદર પાસેથી એક શંકાસ્પદ ઇકો કારને ઝડપી લીધી હતી.

તેમાં બેઠેલ ડીસા તાલુકાના ઝેરડા ગામનો વાલસિંહ ઉર્ફે ઝંજીરસિંગ ઉર્ફે વાલભા શંકરસિંહ વાઘેલાને ઝડપી લીધો હતો.તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતાં.

પૂછપરછ કરતા તેઓ ડીસાના ગણેશપુરા ગામની દૂધ મંડળીના મંત્રીને નાણા સાથે લૂંટી લેવાનું કાવતરું રચ્યું હોવાનું જણાવ્યું હતું .પોલીસે આ કેસમાં ઊંડી તપાસ કરતા વાલભાની સાથે ગુજરાતના કુંભાર, રાકેશ આચાર્ય તેમજ ઉત્તર પ્રદેશનો અમિત શિવહરે અને મધ્ય પ્રદેશનો બલરામ રાજાવતને ઝડપી લીધા હતા.

આ ગેંગ ગણેશપુરા દૂધ મંડળીના મંત્રીને લૂંટવા ની તૈયારી કરતા હતા ત્યારે લોડ કરેલી પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટી જતાં તેઓની સાથેના સાગરીત સોનુ રાજાવતને ગોળી વાગી હતી. જેથી તે લૂંટ કરી શક્યા ન હતા.