IPL/ બેંગ્લોરે દિલ્હીને આપ્યો 190 રનનો ટાર્ગેટ, કાર્તિકની વિસ્ફોટક બેંટિગ

. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

Top Stories Sports
4 31 બેંગ્લોરે દિલ્હીને આપ્યો 190 રનનો ટાર્ગેટ, કાર્તિકની વિસ્ફોટક બેંટિગ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2022 ની 27મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો . પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે સૌથી વધુ અણનમ 66 રન બનાવ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ અનુજ રાવત ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલી 12ના સ્કોર પર રનઆઉટ થયો હતો. પ્રભુદેસાઈ 6 રને આઉટ થયો હતો. તે જ સમયે, મેક્સવેલે 34 બોલમાં 55 રન બનાવ્યા હતા.

સરફરાઝ ખાનના સ્થાને મિશેલ માર્શને દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે હર્ષલ પટેલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં વાપસી થઈ છે. તેને આકાશદીપની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. RCBએ સતત ત્રણ વિજય સાથે તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ચેન્નાઈએ તેમને અગાઉની મેચમાં 23 રને પરાજય આપ્યો હતો. બીજી તરફ, દિલ્હીએ અગાઉની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 44 રને જંગી જીત નોંધાવ્યા બાદ મનોબળ વધારવા સાથે આ મેચમાં પ્રવેશ કર્યો છે.