Not Set/ પાટડીની યુવતિ પર દુષ્કર્મ આચરનારા બેંક ક્લાર્કના બે દિવસના રીમાન્ડ મંજૂર

પાટડીમાં બેંક ક્લાર્ક યુવતિને ભગાડી જતા અમદાવાદ હોટલમાંથી ઝડપાયો હતો. આ આરોપીએ મોબાઇલમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પોતાના રહેણાંક મકાનમાં 3 વખત યુવતિ સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ

Gujarat
13 18 પાટડીની યુવતિ પર દુષ્કર્મ આચરનારા બેંક ક્લાર્કના બે દિવસના રીમાન્ડ મંજૂર

પાટડીમાં બેંક ક્લાર્ક યુવતિને ભગાડી જતા અમદાવાદ હોટલમાંથી ઝડપાયો હતો. આ આરોપીએ મોબાઇલમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પોતાના રહેણાંક મકાનમાં 3 વખત યુવતિ સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. આ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. બાદમાં બંનેના મેડીકલ રીપોર્ટ કરાવી સેમ્પલ રાજકોટ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પાટડીની સોસાયટીમાં રહેતો અને ખારાઘોડા બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો વિજય ગંગાસિંહ રાજપુરોહિત છેલ્લા એક મહિનાથી 21 વર્ષની યુવતિને મોબાઇલમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પોતાના રહેણાંક મકાનમાં અવારનવાર શારિરીક અડપલા કરી 3 વખત બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. વધુમાં આ આરોપી 19 તારીખે યુવતિને એના ઘેરથી ભગાડીને લઇ ગયા બાદ મોબાઇલ લોકેશનને ટ્રેસ કરી યુવતિના પરિવારજનોને સાથે રાખીને બંનેને અમદાવાદ પ્રહલાદનગર પાસેની રાજદીપ હોટલ પર દરોડો પાડી ઝડપી પાડવામાં આવ્યા હતા.

પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલિસ સ્ટાફ દ્વારા દુષ્કર્મના આ બેંક ક્લાર્ક આરોપીને પાટડી કોર્ટમાં રજૂ કરાતા એના મોબાઇલ સહિતની વધારે વસ્તુઓ કબ્જે લેવા બે દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. બાદમાં આરોપી અને ભોગ બનનારી યુવતિ બંનેના મેડીકલ રીપોર્ટ કરાવી સેમ્પલ રાજકોટ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા