Not Set/ બેન્ક કર્મચારીઓ માટે આજ ખુશીનો દિવસ, વેતન વૃદ્ધિ પર થશે ચર્ચા

  બેન્ક કર્મચારીઓના વેતનના મુદ્દા પર ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ) અને બેન્ક યુનિયનો વચ્ચે સોમવારે બેઠક થઇ હતી. બેઠકમાં સાર્વજનિક, ખાનગી અને વિદેશી બેંકો સમેત લગભગ 37 બેન્કોએ પોતાના કર્મચારીઓન વેતન પર નિર્ણય લેવાની જવાબદારી બેંકોના પ્રબંધનનું પ્રતિનિધિત્વ કરનારી આઈબીએ ને આપવામાં આવ્યું છે. બેન્ક કર્મચારીઓનું હાલનું વેતન સમીક્ષા નવેમ્બર 2017 થી બાકી છે. આ […]

Top Stories Business
bank accounts બેન્ક કર્મચારીઓ માટે આજ ખુશીનો દિવસ, વેતન વૃદ્ધિ પર થશે ચર્ચા

 

બેન્ક કર્મચારીઓના વેતનના મુદ્દા પર ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ) અને બેન્ક યુનિયનો વચ્ચે સોમવારે બેઠક થઇ હતી. બેઠકમાં સાર્વજનિક, ખાનગી અને વિદેશી બેંકો સમેત લગભગ 37 બેન્કોએ પોતાના કર્મચારીઓન વેતન પર નિર્ણય લેવાની જવાબદારી બેંકોના પ્રબંધનનું પ્રતિનિધિત્વ કરનારી આઈબીએ ને આપવામાં આવ્યું છે.

બેન્ક કર્મચારીઓનું હાલનું વેતન સમીક્ષા નવેમ્બર 2017 થી બાકી છે. આ પહેલા પાંચ મેં 2018 માં રોજ થયેલી બેઠકમાં આઈબીએ એ બે ટકા વેતન વૃદ્ધિની ઓફર કરી હતી. જેન પર યુનિયનોએ નારાજગી વ્યક્ત કરી હતી, અને 30 માર્ચથી બે દિવસની ભૂખ હડતાળ કરી હતી. યુનાઇટેડ ફોર્મ ઓફ બેન્ક યુનિયન્સના સંયોજક દેવીદાસ તુલીજાપુરકારે જણાવ્યું હતું કે, “હજુ સુધી વેતન વૃદ્ધિ હંમેશા જ દશના અંકમાં થઇ છે જેને લઈને અમારો કોઈ સમસ્યા નહોતી, પરંતુ 2 ટકાની ઓફર અમને ક્યારેય મંજુર નથી.”

બેન્ક પ્રબંધકે પાછલા અમુક મહિનામાં બેંકોના ખોટનો હવાલો આપતા વેતનમાં ઓછી વૃદ્ધિને યુક્તિસંગત ઠરાવ્યા છે. યુનિયનનું કહેવું છે કે લાભમાં ઘટતનું કારણ ફસાયેલા કર્જાના એવરેજમાં વધારાની જોગવાઈઓ છે, જેના માટે કર્મચારીઓ જવાબદાર નથી.
જયારે કર્મચારીઓની વાત કરવામાં આવે તો જનધન, મુદ્રા અને અટલ પેંશન યોજના સમેત અનેક યોજનાઓમાં બેન્કના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર કરમ કર્યું હતું.