Ahmedabad/ વટામણ ચોકડી પાસેથી પ્રતિબંધિત કફ સીરપનો જથ્થો પકડાયો

અમદાવાદ ગ્રામ્ય SOGએ બાતમીના આધારે અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી બાતમીના આધારે વટામણ ચોકડી પાસેથી એક રીક્ષા સાથે નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ રીક્ષામાંથી શકીલ સલીમ શેખ……

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 13T182537.374 વટામણ ચોકડી પાસેથી પ્રતિબંધિત કફ સીરપનો જથ્થો પકડાયો

@નિલેશ બ્રહ્મભટ્ટ

Vadodara News: ગુજરાતભરમાં નશીલા પદાર્થો તેમજ પ્રતિબંધિત દવાઓનું વેચાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. રાજ્યનો ભાગ્યે જ કોઈ જીલ્લો, કોઈ શહેર કે કોઈ ગામ એવું બાકી હશે જ્યાં આવા પ્રતિબંધિત પીણાઓનું વેચાણ ના થતું હોય. થોડા મહિનાઓ અગાઉ ગુજરાતમાંથી ગેરકાયદેસર કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોવા છતાં તંત્રે કોઈ જ ગંભીરતા દાખવી નથી. જેને લીધે આવી વધુ એક ઘટના વડોદરાના વટામણ રોડ પર બનવા પામી છે. જ્યાં પ્રતિબંધિત કફ સીરપનો અંદાજે રૂપિયા 2 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ ઉપરાંત, એસઓજીએ બે શખ્સોની ધરપકડ કરી અન્ય 1 ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

WhatsApp Image 2024 02 13 at 6.27.00 PM વટામણ ચોકડી પાસેથી પ્રતિબંધિત કફ સીરપનો જથ્થો પકડાયો

રાજ્યમાં આરોગ્યની સાથે ચેડાં કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં કેટલાક લોકોમાં પોલીસનો ડર હોય તેવું જણાતું નથી. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઉત્તુંગ બિલ્ડીંગમાં આવેલી 30 નંબરની દુકાનમાં કફ સીરપનો બેફામ કારોબાર ચાલી રહ્યો છે. આશ્ચર્ય પમાડવાની વાત તો એ છે કે ગોડાઉનની આસપાસના લોકો પણ જાણતા હતા કે અહીં દુકાનમાં કફ સીરપનો કારોબાર ધમધમી રહ્યો છે.

WhatsApp Image 2024 02 13 at 6.27.46 PM વટામણ ચોકડી પાસેથી પ્રતિબંધિત કફ સીરપનો જથ્થો પકડાયો

અમદાવાદ ગ્રામ્ય SOGને પ્રતિબંધિત કફ સીરપને વડોદરાથી વટામણ તરફ લઈ જવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. અમદાવાદ ગ્રામ્ય SOGએ બાતમીના આધારે અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી બાતમીના આધારે વટામણ ચોકડી પાસેથી એક રીક્ષા સાથે નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ રીક્ષામાંથી શકીલ સલીમ શેખ અને પ્રતીક નરેદ્ર પંચાલ નામના બે શખ્સ કફ સીરપની બોટલો સાથે ઝડપાયા છે.

બંને આરોપી પાસેથી કુલ નંગ 590 કફ સીરપની બોટલો મળી આવી હતી. આ બે શખ્સોની કડક પૂછપરછમાં રાજુ નામના ઈસમનું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે. વોન્ટેડ આરોપી રાજુ ભાઈ સાથે કફ શિરપ નાં ગોડાઉન નું કનેક્શન હોઈ તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે, તેમજ રાજુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે રૂપિયા 1 લાખ 95 હજારનો મુદામાલ કબ્જે કરીને આગળની તપાસ શરુ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં અકસ્માતના બે બનાવ, એકનું મોત

આ પણ વાંચો:જાણો શા માટે ઈંગ્લેન્ડના ક્રિકેટર રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ ખાતે અટકાવાયો