OMG!/ ગૂગલ મેપના કારણે જાન ખોટા ઘરે પહોચી, લગ્ન થતા માંડ અટક્યા

વરરાજાએ તેના લગ્નમાં કન્યાના ઘરે જાન લઈને પહોચવા માટે ગૂગલ મેપનો સહારો લીધો હતો. અને ખોટા સરનામે જઈ પહોચ્યા હતા. રસપ્રદ વાત એ હતી કે ખોટા સરનામાં ઉપર પણ દીકરીના લગ્નનું આયોજન હતું.

World Trending
sachin vaze 4 ગૂગલ મેપના કારણે જાન ખોટા ઘરે પહોચી, લગ્ન થતા માંડ અટક્યા

ગૂગલ મેપ્સ પર વધુ પડતો વિશ્વાસ ક્યારેક દગો પણ આપી શકે છે. આવું જ ઈન્ડોનેશિયામાં એક વરરાજા સાથે બન્યું છે.  આ વરરાજાએ તેના લગ્નમાં કન્યાના ઘરે જાન લઈને પહોચવા માટે ગૂગલ મેપનો સહારો લીધો હતો. અને ખોટા સરનામે જઈ પહોચ્યા હતા. રસપ્રદ વાત એ હતી કે ખોટા સરનામાં ઉપર પણ દીકરીના લગ્નનું આયોજન હતું. અને સૌ આમંત્રિતો જાન ની રાહ જોઇને બેઠા હતા. પરંતુ સમય રહેતા ગરબડ પકડાઈ ગઈ અને ખોટા લગ્ન થતા થતા રહી ગયા.

ઇન્ડોનેશિયન મીડિયાના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ સેન્ટ્રલ જાવાના લોસારી ગામ જતો હતો. ગુગલ મેપના કારણે તે વરઘોડા સાથે જેનગકોલ પહોંચ્યો. મારિયા આલ્ફા અને બુરહાન સિદ્દીકીના લગ્ન ત્યાં યોજાયા હતા. અને લોકો જાન ની આવવાની રાહ જોઇને બેઠા હતા.

27 વર્ષીય કન્યા મારિયાના જણાવ્યા મુજબ, તેના પરિવારે મહેમાનોનું સ્વાગત કર્યું, નાસ્તો કરાવ્યો. અને એકબીજાને વ્યવહાર આપવામાં આવી રહ્યા હતા. ત્યારે જ પરિવારના કોઈ સભ્યએ આખી ઘટનામાં થયેલ ગરબડી પારખી લીધી. તે લોકોએ પણ માફી માંગીને કહ્યું કે તે ગુગલ મેપના કારણે ખોટા ઘરે આવ્યા છે. આ પછી તે સાચા ગામ પહોંચી ગયો.

દુલ્હન મારિયાના પરિવારે વાસ્તવિક વરરાજા બુરહાન સિદ્દીકીના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારે ખબર પડી કે તેઓ રસ્તામાં થોડોક રોકાઈ ગયા છે, તેથી આવવાનું મોડું થયું હતું. દરમિયાન, ખોટો વરરાજા મારિયાના ઘરે પહોંચ્યો.

સોશિયલ મીડિયા પર ટ્રોલ

સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ પોતાની ભેટ સોગાદ પાછી લઇને ખોટા ઘરમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. ત્યાં હાજર લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને સમયસર મોટો અનર્થ થતા અટકી ગયા હોવનું જણાવી એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.