Not Set/ મહાબળેશ્વરના જંગલોમાં ગુફાની અંદર રહેતા ચામાચીડીયામાં નિપાહ વાઇરસ હોવાનો દાવો, જાણો શું છે લક્ષણો

મહારાષ્ટ્રના મિની કાશ્મીરથી જાણીતા મહાબળેશ્વરના જંગલોમાં એક ગુફાની અંદર રહેતા ચામાચીડીયામાં નિપાહ વાઇરસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Top Stories India
A 209 મહાબળેશ્વરના જંગલોમાં ગુફાની અંદર રહેતા ચામાચીડીયામાં નિપાહ વાઇરસ હોવાનો દાવો, જાણો શું છે લક્ષણો

હાલ દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા. ત્યારે મહાબળેશ્વરની ગુફાઓમાં નિપાહ વાઇરસ હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના મિની કાશ્મીરથી જાણીતા મહાબળેશ્વરના જંગલોમાં એક ગુફાની અંદર રહેતા ચામાચીડીયામાં નિપાહ વાઇરસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેને લઈને મહાબળેશ્વરના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નિપાહ વાયરસ સંક્રમણ ફેલાવનારા એ 10 પૈથોજેન્સાં એક છે, જેની ઓળખ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કરી છે. જનરલ ઓફ ઈન્ફેક્શન એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત આ સ્ટડીમાં કહેવાયું છે કે, માર્ચ 2020 માં મહાબળેશ્વરની ગુફાઓમાં એકઠા તયાલે નમૂનાની તપાસ બાદ ચામાચીડિયાની 2 પ્રજાતિમાં નિપાહ વાયરસ એન્ટીબોડીઝના સબૂત મળ્યાં છે. આ બંને પ્રજાતિઓમાં લોહી, લારવા અને રેક્ટલ સ્વૈબના નમૂના જમા કરવામાં આવ્યા હતા. પ્રજાતિઓના 10-10 સેમ્પલની તપાસ લેબમાં કરવામાં આવી અને નૈક્રોપ્સી ટેકનિકથી તપાસ કરવામાં આવી. આ સેમ્પલમાં આરએનએ તપાસ કર્યા બાદ જોવામાં આવ્યું કે, એન્ટી-નિપાહ એન્ટીબોડીઝ કેટલાક સેમ્પલમાં મળી આવ્યા છે.

નિપાહ વાયરસનું 2001 માં પ્રથમ વખત ભારતમાં નિદાન થયું હતું. તે વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં, તેના 66 દર્દીઓ પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં મળી આવ્યા હ તા. જેમાં 45 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. 2007 માં, પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લામાં નિપાહના 5 દર્દીઓ મળી આવ્યા હતા. તે પાંચેયનું મોત નીપજ્યું હતું. 1998 માં નિપાહ વાયરસ વિશે દુનિયાને ખબર પડી. તે પ્રથમ મલેશિયામાં ડુક્કર પાલન કરતા વ્યક્તિમાં જોવા મળ્યો હતો. ત્યાંથી તે ચામાચીડિયાથી સમગ્ર વિશ્વમાં ફેલાયો.

નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે?

ચામાચિડીયાને નિપાહ વાયરસના કુદરતી વાહક માનવામાં આવે છે. જો મનુષ્ય ચામાચીડીયા દ્વારા ખવાયેલા કે ચટાયેલા ફળોનું સેવન કરે છે, તો તે મનુષ્ય ચેપગ્રસ્ત થાય છે. નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્ક કરવામાં આવે તો પણ ચેપનું જોખમ રહેલું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ચામાચીડિયા સિવાય ડુક્કરોના સંપર્કમાં આવીને નિપાહ વાયરસના ચેપનું જોખમ રહેલું છે. મનુષ્યમાં નિપાહ વાયરસનો ચેપ આંખો, નાક અને મોં દ્વારા થાય છે.

પરંતુ અહીં એક વાત ધ્યાનમાં લેવી એ છે કે આ વાયરસ ચામાચિડીયાથી ચામાચિડીયા સુધી ફેલાતો નથી. કારણ કે , એક ચામાચિડીયામાં નિપાહ વાયરસ થાય છે તો બીજા અન્ય ચામાચિડીયામાં એન્ટીબોડિસ તૈયાર થઇ જાય છે. જેથી ઓછા ચામાચિડીયાને આ વાયરસનું સંક્રમણ થાય છે.

નિપાહ વાયરસના લક્ષણો

નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિને વધારે તાવ આવે છે. માથું દુ:ખે છે. ચક્કર આવે છે. ઉલટી જેવું લાગે છે. મન અને શરીરમાં બેચેની અનુભવાય છે. સુસ્તી શરૂ થાય છે. પ્રકાશથી ડર અનુભવાય છે. શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવો થાય છે. છાતીમાં બળતરા થાય છે.

નિપાહની સારવાર નથી, 65 ટકા લોકોની મોત

નિપાહ વાયરસને રોકવા માટે અત્યાર સુધી કોઈ વેક્સીન નથી મળી. તેનો કોઈ દવા કે સારવાર નથી. જો કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે તો તે 65 ટકા કિસ્સામાં જીવિત રહેતો નથી. તેથી આ વાયરસ બહુ જ ઘાતક માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા ચામાચીડિયા જેવા ઈબોલા ગંભીર વાયરસ સામે આવ્યો હતો. કોરોના વાયરસ પણ ચામાચીડિયામાંથી આવ્યો હોવાનો દાવો કરાય છે.

જો કોઈ ઇલાજ નથી તો ઉપાય શું છે?

જેવા કોઈ વ્યક્તિમાં તેના લક્ષણો દેખાય કે તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરો. ત્યાં આવા દર્દીઓને આઈસીયુમાં રાખવામાં આવે છે. આ વાયરસની કોઈ સારવાર નથી. ચેપ માટેના ઇન્ક્યુબેશનનો સમયગાળો 5 થી 14 દિવસનો હોય છે.

મહત્વનું છે કે, સામાન્ય રીતે નિપાહ વાઇરસ ફળ ખાનારા ચામાચીડીયામાં એટલે કે ફ્રૂટ બેટ્સમાં જોવા મળે છે. ચિંતાની વાત તો એ છે કે, આની કોઈ સારવાર નથી. આનાથી મોત થઈ શકે છે પણ તે સંક્રમણના પ્રમાણ પર આધાર રાખે છે. નિપાહ વાઇરસ WHOના મુખ્ય 10 વાઇરસોની યાદીમાં સામેલ છે. નિપાહ વાઇરસ વધારે ઘાતક બને એના માટે અનેક કારણો છે. નિપાહ વાઇરસનો સંક્રમણ સમય ખૂબ લાંબો હોય છે. ક્યારેક તો આ સમયગાળો 45 દિવસનો પણ હોઈ શકે છે. એનો અર્થ એ થયો કે એક વ્યક્તિને નિપાહ વાઇરસના સંક્રમણ વિશે ખબર પડે ત્યાં સુધીમાં તો અનેક લોકો એનાથી સંક્રમિત થઈ ચૂક્યાં હોય છે. આનાથી પશુઓની અનેક પ્રજાતિઓ પણ સંક્રમિત થઈ શકે છે.