Not Set/ મસ્જિદને કોવિડ સેન્ટરમાં ફેરવવા મુસ્લિમ સંસ્થાની રાજ્યના CM ને રજૂઆત 

સેક્ટર 21 માં આવેલી મસ્જિદ કમ્પાઉન્ડમાં આવેલ મલ્ટીપર્પજ હોલ અને સેક્ટર 29 ની મસ્જિદ માં પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

Gujarat Others Trending
priyanka gandhi 7 મસ્જિદને કોવિડ સેન્ટરમાં ફેરવવા મુસ્લિમ સંસ્થાની રાજ્યના CM ને રજૂઆત 

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર તરખાટ મચાવી રહી છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને તેનાથી થતા મોતના આંકડા હાહાકાર  મચાવી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ માટે દર્દીઓમાં ફાંફા મારી રહ્યા છે.  રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની  તંગી વર્તાઇ રહી છે ત્યારે બયતુલમાલ સંસ્થા એ ગાંધીનગર ખાતે આવેલી બે મસ્જિદને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે.

બે મસ્જિદને કોવિડ સેન્ટર માં ફેરવવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે સેક્ટર 21 માં આવેલી મસ્જિદ કમ્પાઉન્ડમાં આવેલ મલ્ટીપર્પજ હોલ અને સેક્ટર 29 ની મસ્જિદ માં પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

priyanka gandhi 6 મસ્જિદને કોવિડ સેન્ટરમાં ફેરવવા મુસ્લિમ સંસ્થાની રાજ્યના CM ને રજૂઆત 

બયતુલમાલ નામની મુસ્લિમ સંસ્થાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી કોરોનાની મહામારીમાં ગાંધીનગરની જનતાને મદદરૂપ થવા પ્રયાસ કર્યો છે. સેક્ટર 21 અને સેક્ટર 29 માં આવેલી મસ્જિદ પર બંને સ્થળોએ સરકારને covid સારવાર કેન્દ્ર ઊભું કરવા માટે સહમતિ દર્શાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોના દર્દીઓનો આંક વધી રહ્યો છે. રાજ્ય દૈનિક નોંધાતા કોરોના કેસ  હાલ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યો છે.  રાજ્યમાં દૈનિક નોંધાતો આંક ૧૦૦૦૦ પ્લસ આવી રહ્યો છે જ્યારે રાજ્યમાં કુણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ચાર લાખની ઉપર પહોંચી ચૂકી છે તો સામે કોરોના થી થતાં મોતનો આંકડો પણ હાહાકાર મચાવે તેઓ છે.