પ્રિયંકા ચોપરા જોનાસ હવે ગ્લોબલ આઇકોન છે, જેણે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાના કામથી પોતાની ઓળખ બનાવી છે. બોલિવૂડની સાથે સાથે પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં પણ ખૂબ જ એક્ટિવ છે અને આ વાતથી બધા વાકેફ છે. બોલિવૂડ પર રાજ કર્યા બાદ પ્રિયંકા ચોપરા હોલિવૂડ તરફ વળી અને હવે તેણે ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ બનાવી લીધી છે. પ્રિયંકા ચોપરા પોતાના કામની સાથે સાથે કેટલાક વિવાદોને કારણે પણ ચર્ચામાં રહી છે. એવી ઘણી બોલિવૂડ સેલિબ્રિટી છે જેમની સાથે પ્રિયંકા ચોપરાના સારા સંબંધો છે, પરંતુ કેટલાક સાથે ઝઘડો પણ થયો હતો. જેમાં જાણીતા ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરનું નામ પણ સામેલ છે.
વાત 2017ની છે, જ્યારે પ્રિયંકા ચોપરા કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં પહોંચી હતી. કરણે પ્રિયંકા ચોપરા પર એક ટિપ્પણી કરી, જેણે માત્ર ‘દેશી ગર્લ’ એટલે કે પ્રિયંકા જ નહીં પરંતુ તેના તમામ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. તેની ટિપ્પણીને કારણે કરણ પ્રિયંકા ચોપરાના ચાહકોના નિશાના પર આવી ગયો હતો. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કરતી વખતે ઘણા યુઝર્સે તેના પર કોમેન્ટ કરી.
રેપિડ ફાયર રાઉન્ડ વિશે વાત કરતા કરણ જોહરે પ્રિયંકાને કહ્યું- ‘અમે તમારી હોલીવુડની સિદ્ધિઓ વિશે સાંભળ્યું છે. તમે કામ કર્યું છે. તમે દરેક રેડ કાર્પેટ, દરેક ટોક શોનો ભાગ રહ્યા છો. હવે તમે અહીં છો ત્યારે ખરી મજા શરૂ થઈ ગઈ છે. એટલા માટે અમે તમને કાઉચ પર બોલાવી છે.
કરણ જોહરે આગળ કહ્યું- ‘તમારા ખૂબ વખાણ થયા છે. બહું થઈ ગઈ તારી વૈશ્વિક સિદ્ધિ. હિન્દી ફિલ્મની અભિનેત્રી છે, તુ તારા ઔકાતમાં રે. આ એપિસોડ પછી એવા અહેવાલો પણ આવ્યા હતા કે બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ છે. બંને વચ્ચે કડવાશ એટલી વધી ગઈ હતી કે બંનેએ લાંબો સમય વાત કરી ન હતી. જોકે, બાદમાં બંને ફરી સારા મિત્રો બની ગયા હતા. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં કરણ જોહરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો: PM Visit/ કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર PM મોદી પહોંચશે જમ્મુ-કાશ્મીર
આ પણ વાંચો: બાદબાકી/ CBSEએ 10મા ધોરણના પુસ્તકમાંથી પાકિસ્તાની કવિ ફૈઝ અહેમદ ફૈઝના શેર હટાવ્યા