સાયબર ક્રાઈમ/ સોશિયલ મીડિયા પર તમારો ફોટો મુકતા પહેલા ચેતજો… નહીં તો તમે પણ બની શકો છો શિકાર !

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ- અમદાવાદ અમદાવાદ સાયબર સેલ દ્વારા સોશિયલ સાઇટ પર અન્ય મહિલાના ફોટા નો ઉપયોગ કરી એકાઉન્ટ બનાવી ગુનો આચરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.. ઉલ્લેખનીય છે કે શહેરના ચાંદખેડા વિસ્તારમાં યુવતીએ પોતાના ફોટા નો દુરુપયોગ થયો હોવાની સાયબર સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી છે… સાયબર ક્રાઇમ […]

Ahmedabad Gujarat
Untitled 82 સોશિયલ મીડિયા પર તમારો ફોટો મુકતા પહેલા ચેતજો... નહીં તો તમે પણ બની શકો છો શિકાર !

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ- અમદાવાદ

અમદાવાદ સાયબર સેલ દ્વારા સોશિયલ સાઇટ પર અન્ય મહિલાના ફોટા નો ઉપયોગ કરી એકાઉન્ટ બનાવી ગુનો આચરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.. ઉલ્લેખનીય છે કે શહેરના ચાંદખેડા વિસ્તારમાં યુવતીએ પોતાના ફોટા નો દુરુપયોગ થયો હોવાની સાયબર સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી છે…

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોડાસાના કુશ ઉર્ફે છોટુ પટેલની ધરપકડ કરવામાં આવી છે.. આરોપીની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી કોઈ અજાણી યુવતી નો ફોટો લઈને instagram તથા અન્ય સોશિયલ સાઇટ પર એકાઉન્ટ ક્રિએટ કરતો હતો… જેમાં ખાસ કરીને લેમન ડેટિંગ નામની સાઈટ પર ચાંદખેડાની યુવતીનો ફોટો મૂકી મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થી સાથે સંપર્ક કરતો અને અભદ્ર વાતો કરતો હતો… જ્યોતિ ના ફોટા નો દુરુપયોગ થતો હોવાની માહિતી મળતા યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.. જેના આધારે સાયબર સેલ પોલીસે આરોપીની ધરપકડની કવાયત હાથ ધરી અને ગણતરીના દિવસોમાં જ આરોપી ઝડપાઈ ગયો..

કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે આ કેસમાં પણ કંઈક આવું જ થયું મોડાસા નો આરોપી કુશ પટેલ યુવતીની ફરિયાદ બાદ સાયબર સેલના સકંજામાં આવી ગયો… જેમાં તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.. તો બીજી તરફ આ કિસ્સો તમામ લોકોને એક શીખ આપે છે તે સોશિયલ મીડિયા પર મુકેલા પોતાના ફોટા નો કોઈ પણ વ્યક્તિ દુરુપયોગ કરીને તમારી જિંદગીમાં તકલીફોને વણજોઈતું આમંત્રણ આપી શકે છે જેથી તે બાબતે સતર્ક રહેવાની જરૂર છે…