M S DHONI/  આ કારણે એમએસ ધોની પહોંચ્યો ચેન્નાઈ , ચાહકોએ ખાસ રીતે કર્યું સ્વાગત ; VIDEO જુઓ

મહેન્દ્ર સિંહ ધોનીના ચેન્નાઈ પહોંચતા તેના ચાહકોએ તેનું ખાસ સ્વાગત કર્યું છે.

Trending Sports
ms dhoni in chennai

મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી ભારતના મહાન ખેલાડીઓમાં થાય છે. તેણે ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર જીત અપાવી છે. ધોનીની કપ્તાનીમાં ભારતે ODI વર્લ્ડ કપ 2011, T20 વર્લ્ડ કપ 2007 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી છે. તાજેતરમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની કેપ્ટન્સીમાં આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો છે. હવે ધોની ચેન્નાઈ ગયો છે, જ્યાં ચાહકોએ તેનું ખાસ સ્વાગત કર્યું.

ધોની પહોચ્યો ચેન્નાઈ

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના સમગ્ર વિશ્વમાં ચાહકો છે, પરંતુ તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે, તેથી CSK તેના માટે બીજા ઘર જેવું છે. CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમની પ્રોડક્શન કંપની ધોની એન્ટરટેઈનમેન્ટના પ્રથમ ટ્રેલર લોન્ચ માટે પત્ની સાક્ષી સાથે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ધોની અને સાક્ષીએ ફિલ્મ ‘LGM’ (લેટ્સ ગેટ મેરિડ) દ્વારા ફિલ્મ પ્રોડક્શનમાં પ્રવેશ કર્યો છે. તે આગામી સમયમાં કેટલીક વધુ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરશે.

ચાહકો દ્વારા સ્વાગત 

જ્યારે મહેન્દ્ર સિંહ ધોની એરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યારબાદ ચાહકોએ ધોની-ધોનીના નારા લગાવ્યા હતા. આ સિવાય ચાહકોએ ધોનીનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

છેલ્લી મેચ રમાઈ

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની છેલ્લી મેચ  10 જુલાઈ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ પછી તેણે ઓગસ્ટ 2020માં નિવૃત્તિની જાહેરાત કરી હતી અને ત્યારથી તે માત્ર IPLમાં જ રમી રહ્યો છે. ધોની છેલ્લી ઓવરોમાં તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.

આ પણ વાંચો:Cricket/પાકિસ્તાનના બે ક્રિકેટરોએ ODI વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિની કરી જાહેરાત

આ પણ વાંચો:ENG vs AUS/એશિઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું,શ્રેણીમાં કરી વાપસી

આ પણ વાંચો:ICC Cricket World Cup/ પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ બની રહ્યું છે, નવા અપડેટથી ફેન્સની ચિંતા વધી છે

આ પણ વાંચો:Sports Cricket/ વેસ્ટ ઈન્ડિઝમાં કયા ભારતીય બેટ્સમેનનો દબદબો, વિરાટ કોહલીના ટેસ્ટના આંકડા ચિંતાજનક

આ પણ વાંચો:Canada Open/ લક્ષ્ય સેન પહોંચ્યો ફાઇનલમાં, પીવી સિંધુ સેમિફાઇનલમાં હારી, યામાગુચી એ 11મી વખત હરાવી