ગુજરાત/ માતાનાં 100માં જન્મદિવસે PM થયા ભાવુક : સોશિયલ મીડિયા ઉપર લખી હૃદયસ્પર્શતી વાત

પીએમ મોદીએ તેમની માતા સાથે લગભગ 30 મિનિટ વિતાવી હતી. પીએમ મોદીએ ગાંધીનગર પહોંચીને માતાના આશીર્વાદ લીધા અને તેમની સાથે અને માટે પૂજા પણ કરી હતી.

Top Stories Gujarat Others
pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેની સવારની શરૂઆત માતાના આશીર્વાદ લઈને કરી હતી. આજે પીએમ મોદીના માતા હીરાબા નો જનમદિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ માતાના ચરણકમળમાં જલાભિષેક કરી તેમના આશીર્વાદ લીધા હતા. તેમજ વડાપ્રધાનને તેમના મનોભાવને સોશિયલ મીડિયા ઉપર શેર કરીને માતાને 100 માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

હીરાબા

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ માતા હીરાબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, “ ‘મા’ એ માત્ર શબ્દ નથી. જીવનની એ ભાવના છે , જેમાં સ્નેહ, ધેર્ય, વિશ્વાસ કેટલુય સમાયેલું છે. મારી મા. હીરાબા આજે 100માં વર્ષમાં પ્રવેશ્યા છે. આજે જન્મ શતાબ્દી વર્ષ શરુ થયું છે. હું મારી ખુશી અને સૌભાગ્ય સહુની સાથે શેર કરી રહ્યો છું.”

પીએમ મોદીએ તેમની માતા સાથે લગભગ 30 મિનિટ વિતાવી હતી. પીએમ મોદીએ ગાંધીનગર પહોંચીને માતાના આશીર્વાદ લીધા અને તેમની સાથે  અને માટે પૂજા પણ કરી હતી. પીએમ મોદીએ તેમની માતા હીરાબા સાથે ઘરે બનાવેલા મંદિરમાં પૂજા પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના પગ ધોયા અને ભેટમાં શાલ પણ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીની પૂજા કરી તેમના આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદી પણ માતાના પગ પાસે બેસીને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. PM મોદીના ભાઈએ ગૃહમાં વિશેષ પૂજા કર્યા બાદ હાજર તમામ લોકોના મોં મીઠા કરાવ્યા હતા.

આ પણ વાંચો : આસામ પૂરમાં 54 લોકોના મોત : 18 લાખથી વધુ લોકો પ્રભાવિત