Not Set/ લગ્ન પહેલા જ મહિલાએ આપ્યો બાળકને જન્મ અને પછી જે થયુ સાંભળી તમે પણ કહેશો ના હોય..

લિસા એવું વિચારતી હતી કે, તેની ઉંમર થઇ ગઈ છે માટે હવે તે બાળકને જન્મ નહીં આપી શકે. લિસાના જીવનમાં સરપ્રાઈઝ બેબીની એન્ટ્રી થતા તે ખુશખુશાલ થઇ ગઈ

Others Ajab Gajab News
મેઇન 1 લગ્ન પહેલા જ મહિલાએ આપ્યો બાળકને જન્મ અને પછી જે થયુ સાંભળી તમે પણ કહેશો ના હોય..

બ્રિટનમાં એક મહિલાએ તેના લગ્નનાં ત્રણ દિવસ પહેલાં બાળકને જન્મ આપ્યો છે. 40 વર્ષીય લિસા એવું વિચારતી હતી કે, તેની ઉંમર થઇ ગઈ છે માટે હવે તે બાળકને જન્મ નહીં આપી શકે. લિસાના જીવનમાં સરપ્રાઈઝ બેબીની એન્ટ્રી થતા તે ખુશખુશાલ થઇ ગઈ.

 પ્રેગ્નન્સીના કોઈ લક્ષણો  નહોતા

1 4 લગ્ન પહેલા જ મહિલાએ આપ્યો બાળકને જન્મ અને પછી જે થયુ સાંભળી તમે પણ કહેશો ના હોય..

પરિવારમાં નવા મહેમાનના આગમનથી લિસા અને તેના પતિને ખુશી પણ થઇ અને આશ્ચ્રર્ય પણ થયું. આટલા મહિનાથી લિસામાં પ્રેગ્નન્સીના કોઈ લક્ષણો દેખાતા નહોતા. તેનું થોડું વજન વધી ગયું હતું પણ લિસાએ કોઈ ખાસ ધ્યાન ના આપ્યું. બે વખત પીરિયડ્સ મિસ થતા લિસાએ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો હતો પણ તેમાં રિઝલ્ટ નેગેટિવ આવ્યું. લિસાએ વિચાર્યું કે મેનોપૉઝને લીધે આમ થતું હશે. ચાર મહિના સુધી પીરિયડ્સ ના આવતા તેણે ફરીથી પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો અને તેનું રિઝલ્ટ ફરીથી નેગેટિવ આવ્યું. લિસાએ તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે આવી રીતે મમ્મી બનશે

લગ્નની ચાલી રહી હતી તૈયારી

2 6 લગ્ન પહેલા જ મહિલાએ આપ્યો બાળકને જન્મ અને પછી જે થયુ સાંભળી તમે પણ કહેશો ના હોય..

એકબાજુ લિસા તેના પાર્ટનર સાથે મેરેજની તૈયારીઓ કરતી હતી ત્યાં બીજી બાજુ લગ્નના ત્રણ દિવસ પહેલાં લિસાને અચાનક લેબર પેન ઊપડ્યું. લિસાએ કહ્યું, ‘મને મારા પગ વચ્ચે ગરમાવો અનુભવાયો અને મેં જોયું તો બ્લીડિંગ ચાલુ થઇ ગયું હતું. હું બાથરૂમમાં ગઈ અને મેં જોયું કે બ્લીડિંગ ચાલુ જ હતું આ નોર્મલ બ્લીડિંગ નહોતું. મને ચિંતા થતા હું અને મારો પાર્ટનર જેસન હોસ્પિટલ ગયા.’ લિસાએ કહ્યું, ‘હોસ્પિટલમાં તપાસ દરમિયાન ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું અને મારે 7 મહિનાનો ગર્ભ છે. C-સેક્શન ડિલિવરીથી મેં અમારા પ્રથમ સંતાનને જન્મ આપ્યો.’ જન્મ સમયે બાળકનું વજન 1.9 કિલો હતું. હાલ તેને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યું છે.

જેસને કહ્યું કે, ‘તમે સવારે 5 વાગે ઊઠો અને ખબર પડે કે તમે પિતા બની ગયા છો તો ? અને તેમાં પણ આ વાત એવા સમયે ખબર પડે જ્યારે તમે પેરેન્ટ્સ બનવાની આશા ખોઈ બેઠા હોય, મારા માટે આ વાત શૉકિંગ હતી. અમારા મેરેજ પહેલાં આ ગુડ ન્યૂઝથી હું ઘણો ખુશ થયો છું. લિસાએ કહ્યું, ‘ડિલિવરી પછી હું ભાનમાં આવી ત્યારે કલાકો સુધી હું બાળકને જોતી રહી. પ્રી-મેચ્યોર ડિલિવરીને લીધે હાલ તે ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. બેબી એકદમ સ્વસ્થ થઈ જાય એ પછી અમે તેને ઘરે લઈ જવા એકદમ તૈયાર છીએ.’