Cricket/ ભારે કરી!! ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા પાકિસ્તાનનો આ ખેલાડી કોરોના પોઝિટિવ

ડાબા હાથનાં સ્પિન બોલર મોહમ્મદ નવાઝ કોરોના ટેસ્ટનાં બીજા રાઉન્ડમાં પોઝિટિવ મળી આવ્યા છે. જે 8 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદ પહોંચ્યા બાદ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

Sports
સીરીઝ પહેલા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થઇ રહ્યુ છે. જો કે આ વાયરસે ક્રિકેટમાં ખલેલ પહોંચાડવાની શરૂઆત હવે કરી દીધી છેે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાન ટીમનાં ઓલરાઉન્ડર ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનુ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો – Cricket / અમેરિકાનાં આ ખેલાડીએ 6 બોલમાં 6 સિક્સર ફટકારી, ઇનિંગમાં ફટકાર્યા 16 છક્કા

આપને જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીઝ પહેલા પાકિસ્તાની કેમ્પમાં કોરોનાએ પ્રવેશ કરી દીધો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ડાબા હાથનાં સ્પિન બોલર મોહમ્મદ નવાઝ કોરોના ટેસ્ટનાં બીજા રાઉન્ડમાં પોઝિટિવ મળી આવ્યા છે. જે 8 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદ પહોંચ્યા બાદ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં તેના ટેસ્ટનું પરિણામ સીરીઝની શરૂઆત પહેલા જ આવી ગયું છે. પોઝિટિવ મળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં કોરોના પ્રોટોકોલ મુજબ નવાઝને અલગ રાખવામાં આવ્યો છે. તેમના સેમ્પલ ફરી કોરોના ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Cricket / ટી-20 વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત થતા જ ગુસ્સે થયો રાશિદ ખાન, જાણો શું કર્યુ

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવાઝનો પાકિસ્તાની 20 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નવાઝ સિવાય ટીમના અન્ય તમામ ખેલાડીઓ નેગેટિવ આવ્યા છે અને તેઓ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાવલપિંડીમાં પ્રેક્ટિસ કરશે. જ્યાં શ્રેણીની ત્રણેય વનડે મેચ રમાશે. આ પછી ટીમ 20-20 શ્રેણી માટે લાહોર પહોંચશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે તેની અસર ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ પર પણ પડી છે. જણાવી દઇએ કે, ભારત ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ખાતે શુક્રવારે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રદ કરવામાં આવી છે. છેલ્લી મેચ રદ થવાનાં કારણે ભારતે સીરીઝ પર 2-1 થી કબજો જમાવ્યો છે. મળતી માહિતી અનુસાર BCCI નાં અધિકારીઓ વચ્ચે બેઠક થઇ હતી. જેમાં કેટલા દિવસ માટે મેચ ટાળી શકાશે અને આગામી શું વ્યવસ્થા હશે તે પ્રમાણે ચર્ચા કરવામાં આવી રહી હતી પરંતુ છેલ્લે મેચને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.