Video/ બીજી ટેસ્ટ પહેલા જિમમાં પરસેવો વહાવતો જોવા મળ્યો વિરાટ કોહલી, વીડિયો શેર કરતા જ વાયરલ

ભારતનું રન મશીન વિરાટ કોહલી બિલકુલ હળવા મૂડમાં નથી. તેણે કીવી ટીમ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં વાપસી કરવાની છે અને આ મેચ માટે કોહલી ભારે પરસેવો પાડી રહ્યો છે.

Trending Sports
વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચથી ભલે રજા પર હોય છે. પરંતુ ભારતનું રન મશીન વિરાટ કોહલી બિલકુલ હળવા મૂડમાં નથી. તેણે કીવી ટીમ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં વાપસી કરવાની છે અને આ મેચ માટે કોહલી ભારે પરસેવો પાડી રહ્યો છે. શનિવારે બપોરે તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં કેપ્ટન કોહલી કસરત કરતો જોવા મળી રહ્યો છે. વિરાટનો આ વીડિયો પોસ્ટ કર્યાના થોડા સમય બાદ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો.

આ પણ વાંચો :પાકિસ્તાન પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની ઘોષણા, નવા ચહેરાઓને મળી તક

28 સેકન્ડના આ વીડિયોમાં વિરાટ પોતાની જાંગના સ્નાયુઓને મજબૂત કરવા માટે કસરત કરી રહ્યો છે. વીડિયો શેર કર્યાના પહેલા બે કલાકમાં લગભગ 1.5 લાખ લોકોએ આ વીડિયો જોયો છે. આ પહેલા વિરાટ કોહલી પણ પ્રેક્ટિસ કરવા માટે મુંબઈના CCI ગ્રાઉન્ડ પર પહોંચ્યો હતો. ભારતીય કેપ્ટનના આ વીડિયોને ઈન્ટરનેટ પર પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 સીરીઝ અને એક ટેસ્ટ મેચમાંથી આરામ માંગ્યો હતો. વિરાટ છેલ્લા 5 મહિનાથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. તેથી તે પોતાને શારીરિક અને માનસિક રીતે રાહત આપવા માટે થોડો આરામ કરવા માંગતો હતો.

આ પણ વાંચો :સેમીફાઇનલમાં પીવી સિંધુની થાઇલેન્ડની રત્ચાનોક સામે થયો પરાજય,સતત ત્રીજી સેમીફાઇલમાં હાર

T20 વર્લ્ડ કપ બાદ તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી હતી. વિરાટની કેપ્ટનશીપ છોડ્યા બાદ બીસીસીઆઈએ રોહિત શર્માને કેપ્ટન્સી સોંપી દીધી છે. જોકે, વિરાટ વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવાનું ચાલુ રાખશે.

ન્યુઝીલેન્ડ સામેની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ પર રમાશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ગ્રીન પાર્ક, કાનપુરમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થવાને આરે છે.

અત્યાર સુધી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમોએ અહીં પોતાનો પ્રથમ દાવ પૂરો કર્યો છે. ભારતે પ્રથમ દાવમાં 345 રન બનાવ્યા હતા, જ્યારે કીવી ટીમ સારી શરૂઆત છતાં પ્રથમ દાવમાં 296 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે પ્રથમ દાવના આધારે 49 રનની લીડ મેળવી હતી.

આ પણ વાંચો :નીતિન મેનન ખરાબ એમ્પાયરિંગ માટે થયા ટ્રોલ, સોશિયલ મીડિયામાં બન્યા Funny મીમ્સ

આ પણ વાંચો :પ્રથમ ટેસ્ટનાં ત્રીજા દિવસે અશ્વિન અને એમ્પાયર વચ્ચે થઇ બબાલ, Video

આ પણ વાંચો :ન્યૂઝીલેન્ડનાં ખોલાડીઓ પ્રથમ ટેસ્ટમાં બનાવી રહ્યા છે રેકોર્ડ, ટીમ ઈન્ડિયાની સ્થિતિ ખરાબ