Cricket/ IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા રાજસ્થાન રોયલ્સને લાગ્યા બે ઝટકા

IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં યોજાશે. બીજા તબક્કામાં કુલ 31 મેચ રમાશે.

Sports
IPL

IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં યોજાશે. બીજા તબક્કામાં કુલ 31 મેચ રમાશે. વળી, બીજા તબક્કા પહેલા, આઇપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે તેમની ટીમનાં બે યુવા ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે.

1 169 IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા રાજસ્થાન રોયલ્સને લાગ્યા બે ઝટકા

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડનાં ખેલાડીઓએ મેદાન પર જે તણાવ ઉભો કર્યો તેણે અમને જીતવામાં મદદ કરીઃ કોહલી

આઈપીએલ ટીમોએ આઈપીએલ 2021 નાં ​​બીજા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં યોજાશે. બીજા તબક્કામાં કુલ 31 મેચ રમાશે. વળી, બીજા તબક્કા પહેલા, આઇપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે તેમની ટીમનાં બે યુવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તેમાંથી એક છે રાજસ્થાન રોયલ્સનો ઓપનર યશસ્વી જયસ્વાલ અને બીજો છે ઓલરાઉન્ડર શિવમ દુબે. આ બંને ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે કારણ કે આ બંને ખેલાડીઓ મુંબઇથી ઓમાન પ્રવાસ પર જવાના છે. જણાવી દઇએ કે, મુંબઈ ક્રિકેટ ટીમે ઓમાન પ્રવાસ પર ત્રણ ટી-20 અને ત્રણ વનડેની સીરીઝ રમવાની છે.

1 170 IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા રાજસ્થાન રોયલ્સને લાગ્યા બે ઝટકા

આ પણ વાંચો – Cricket / આઈસીસી ટી 20 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર, આ તારીખે આમને-સામને આવશે ભારત-પાકિસ્તાન

શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને ઓમાન પ્રવાસ માટે મુંબઈ ક્રિકેટની 14 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં મુંબઈ સિલેક્ટર કમિટીનાં ચેરમેન સલીલ અંકોલાએ રાજસ્થાન રોયલ્સને આ બે ખેલાડીઓને રિલીઝ વિનંતી કરી હતી. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા સલીલ અંકોલાએ જણાવ્યું હતું કે, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) એ રાજસ્થાન રોયલ્સને આ પ્રવાસ માટે આ ખેલાડીઓને તેમના કેમ્પમાંથી રિલીઝ કરવા વિનંતી કરી હતી. ફ્રેન્ચાઇઝીએ તેમની વિનંતી સ્વીકારી અને આ ખેલાડીઓ આ પ્રવાસ બાદ યુએઇમાં રાજસ્થાન ટીમમાં જોડાશે.

1 171 IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા રાજસ્થાન રોયલ્સને લાગ્યા બે ઝટકા

આ પણ વાંચો – ટોક્યો ઓલિમ્પિક્સ / ટોક્યો પેરાલિમ્પિક્સ 24 ઓગસ્ટે થશે શરુ, દર્શકો પર રહેશે પ્રતિબંધ

મુંબઈ ક્રિકેટ ટીમને મેચનાં પહેલા એક દિવસ મસ્કટમાં ક્વોરેન્ટિન અવધિમાંથી પસાર થવું પડશે. અહીં મુંબઈની ટીમે ત્રણ ટી 20 મેચ રમવાની છે. આ ટી 20 મેચ 22 ઓગસ્ટ, 24 ઓગસ્ટ અને 26 ઓગસ્ટનાં રોજ રમાશે. વનડે મેચ 29, 31 અને 2 સપ્ટેમ્બરે રમાશે. મુંબઈ ક્રિકેટ ટીમ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ઓમાન પ્રવાસની તૈયારી કરી રહી છે. દરમિયાન, મુંબઈ ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર સાથે એક પ્રેરક સત્ર પણ યોજવામાં આવ્યું હતું. વળી, સલીલ અંકોલાએ એમ પણ કહ્યું કે, આ મેચો મુંબઈની ટીમ માટે તેમની ઘરેલુ સિઝન પહેલા પ્રેક્ટિસ તરીકે કામ કરશે.