Not Set/ ભિખારી બન્યો લખપતિ, દર મહીને ખરીદે છે એક કાર!

શું કોઇ ભિખારી લખપતિ હોઇ શકે ખરો? આ વાંચીને થોડુ આશ્ચર્ય જરૂર થશે પરંતુ, આ સત્ય વાત છે. ચીનના બીજિંગ શહેરમાં વસતો એક ભિખારી ભીખ માંગીને દર મહિને એક લાખ રૂપિયા કમાય છે. ભીખના પૈસામાંથી તે દર મહીને એક કાર ખરીદે છે. સામાન્ય રીતે ભિખારીનું નામ સાંભળતાની સાથે જ આપણને તેની હાલત પર દયા આવે છે અને […]

World
Richest beggar ભિખારી બન્યો લખપતિ, દર મહીને ખરીદે છે એક કાર!

શું કોઇ ભિખારી લખપતિ હોઇ શકે ખરો? આ વાંચીને થોડુ આશ્ચર્ય જરૂર થશે પરંતુ, આ સત્ય વાત છે. ચીનના બીજિંગ શહેરમાં વસતો એક ભિખારી ભીખ માંગીને દર મહિને એક લાખ રૂપિયા કમાય છે. ભીખના પૈસામાંથી તે દર મહીને એક કાર ખરીદે છે.

સામાન્ય રીતે ભિખારીનું નામ સાંભળતાની સાથે જ આપણને તેની હાલત પર દયા આવે છે અને સાથે-સાથે મગજમાં વિચાર પણ આવે છે કે આટલા પૈસામાં તેનું ઘર કેવી રીતે પૂરું થતું હશે! પરંતુ આ ભિખારી એવો છે, કે જેને કોઈની દયાની જરૂર નથી. ભીખ માંગીને આરામથી દર મહીને તે એક લાખ રૂપિયા કમાઈ લે છે.

આ પૈસાથી તેણે બીજિંગમાં બે માળનું ઘર પણ બનાવી લીધું છે. આ ઉપરાંત તેના બાળકોને પણ શહેરની સૌથી મોટી સ્કુલમાં ભણાવે છે.

એટલું જ નહિ પણ, આ ભિખારી બીજિંગના રસ્તા પર ભીખ માંગીને તેના પૈસા પોસ્ટ ઓફિસમાં જમા કરાવે છે. આ ભિખારી દિલનો ઘણો ઉદાર છે. પોસ્ટ ઓફિસમાં તેના પૈસા ગણાવવામાં મદદ કરનારને ટીપ પણ આપે છે.