Not Set/ ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ

રાજ્યમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જોકે આ વખતે કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. પરંતુ આગ લાગતાં ફરીથી એક વખત કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી પર પ્રશ્નો ઉભા થયા છે.

Top Stories Gujarat Others
A 130 ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ

રાજ્યમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જોકે આ વખતે કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. પરંતુ આગ લાગતાં ફરીથી એક વખત કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી પર પ્રશ્નો ઉભા થયા છે. ભાવનગર ખાતે આવેલી જનરેશન હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના ત્રીજા માળે જ્યાં આઈસીયુ બેડ રાખવામાં આવ્યા હતા ત્યાં આગ લાગી હતી. આગ લાગી તે સમયે આઈસીયુમાં 70થી વધારે દર્દીઓ દાખલ હતા અને તે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

ભાવનગરની જનરેશન એકસ હોસ્પિટલમાં જે કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યું હતું તેમાં ત્રીજા માટે  આગ લાગવાની ઘટના સામે આવી છે. તે સમયે હોસ્પિટલમાં કુલ 70થી પણ વધારે દર્દીઓ દાખલ હતા જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. બધા જ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને તાબડતોબ મોડી રાત્રે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં દર્દીઓને સર તખ્તસિંહજી અને લેપ્રેસી હોસ્પિટલ ખસેડાયા છે. જે ફ્લોર પર આગ લાગી તે જ ફ્લોર પર 32 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.

આ પણ વાંચો :પાંચ વર્ષના બાળકે રોજુુ રાખી કોરોના નાબૂદી માટે દુઆ કરી

content image 611f0db3 a559 47ce 9ca3 6bd6b467b603 ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ

આગ લાગવાના કારણે હોસ્પિટલમાં અફડાતફડી મચી ગઈ હતી અને ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સાથે બહાર લાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  આ સમર્પણ કોવિડ સેન્ટર ભાવનગર ના 4 તબીબો ગુલજીતસિંગ તેમજ ડોકટર સાચપરા,ડોકટર જિલન મહેતા અને અમિત પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :જૂનાગઢ જિલ્લા જેલમાં 14 કેદીઓ કોરોના સંક્રમિત

Bhavnagar: fire break in covid hospital more then 70 patients admitted

મંગળવારે રાત્રે 1 વાગે અચાનક આગ લાગતા ફાયરને જાણ કરતા ફાયરના અધિકારી ફાયર ફાયટરો સાથે દોડી ગયા હતા.  ઘટનાની ગંભીરતા અને અફરા તફરી નો માહોલ થતા ભાવનગર  મનપા કમિશનર એમ એ ગાંધી,જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, એ એસ પી સફાઇન હસન અને ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને તાકીદે દર્દીઓ ને અન્યત્ર ફેરવવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો :રાજકોટમાં 85 લાખની લૂંટમાં વધુ 2 આરોપીની ધરપકડ

BVN4 ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ

ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આ સમગ્ર ઘટનાની તપાસ કરી કસુરવાર સામે પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કોવિડ સેન્ટરમાં મંજૂરી કરતા વધારે દર્દીઓને રાખવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.

BVN3 ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ

અગાઉ ગત 30 એપ્રિલના રોજ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં રાતના સમયે અચાનક આગ લાગી ગઈ હતી. આગની લપેટો આઈસીયુ વોર્ડ સુધી પહોંચી જવાના કારણે 14 દર્દીઓ અને 2 સ્ટાફ નર્સના ઘટના સ્થળે જ મોત થયા હતા. આગ લાગી તે સમયે હોસ્પિટલના કોરોના વોર્ડમાં આશરે 49 દર્દીઓ દાખલ હતા જેમાંથી 24 દર્દીઓ આઈસીયુમાં હતા.

kalmukho str 9 ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ