જુલાઈમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ શ્રેણી રમવાની છે. ભારતનાં દિગ્ગજ ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમશે, જ્યારે યુવા ખેલાડીઓ શ્રીલંકામાં વનડે અને ટી-20 શ્રેણીમાં ભાગ લેશે. શ્રીલંકામાં યોજાનારી શ્રેણીમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી શકે છે, પરંતુ ટીમ ઈન્ડિયાનો એક બેટ્સમેન આ પ્રવાસમાંથી બહાર રહેશે. અહી શ્રેયસ ઐયર વિશે વાત કરવામાં આવી રહી છે, જે ઈજાનાં કારણે શ્રીલંકા જઇ શકશે નહીં.
ક્રિકેટ / હસીનું ઓસ્ટ્રેલિયા પરત ફરવાની આશા પર ફેરવાયુ પાણી, બીજો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ
શ્રીલંકા પ્રવાસમાં ભારતનાં યુવા બેટ્સમેન શ્રેયસ ઐયરનું રમવું મુશ્કેલ છે. ઐય્યર શ્રીલંકા પ્રવાસ માટે ફીટ રહેવાની સંભાવના ઓછી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં આ ટૂરમાં કેપ્ટનશિપ માટે તેમના નામની ચર્ચા થઈ રહી છે. આ સિવાય શિખર ધવન અને હાર્દિક પંડ્યા આ મર્યાદિત ઓવરોની શ્રેણીની કેપ્ટનશીપની રેસમાં હતા. હવે ધવન અને પંડ્યામાંથી એકને કેપ્ટન બનાવવામાં આવે તેવી સંભાવના છે. આ વર્ષે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ઘરેલુ સિરીઝમાં ફિલ્ડિંગ કરતી વખતે ઐયરને ખભામાં ઇજા થઈ હતી. ત્યારબાદ 9 એપ્રિલે તેની સર્જરી કરાઈ હતી. આ પછી, તેને ઈજાથઈ બહાર આવવામાં ત્રણ મહિનાનો સમય લાગે તેવી સંભાવના છે. ઈજાનાં કારણે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરનાર ઐય્યરને તે પછી આઈપીએલ 2021 થી બહાર કરી દેવામા આવ્યો હતો. તેની જગ્યાએ, રિષભ પંત આઈપીએલ 2021 નાં મુલતવી થાય તે પહેલા ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો.
IPL 2021 / જે બે ખેલાડીઓના કારણે IPl સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો, ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી ઘરે પહોંચ્યા
એક અહેવાલ મુજબ, બીસીસીઆઈનાં મેડિકલ સ્ટાફે તેની ઈજા અંગે ટીમ મેનેજમેન્ટ તેમજ રાષ્ટ્રીય પસંદગીકારો સાથે વાત કરી છે. તેમનું મંતવ્ય છે કે ઐયરની વાપસીનું લક્ષ્ય ટી-20 વર્લ્ડ કપ હોવું જોઈએ. આ ટૂર્નામેન્ટ ઓક્ટોબરમાં શરૂ થવાની સંભાવના છે, ત્યાં સુધીમાં ઐયર તેની ઈજામાંથી માત્ર સ્વસ્થ નહીં થાય, પરંતુ ત્યાં સુધીમાં તે ફરીથી તંદુરસ્તી પણ થઇ જશે. શ્રીલંકા સામે 2 વનડે અને 2 ટી-20 મેચ રમવા માટે ભારતને શ્રીલંકા પ્રવાસ માટે રવાના થવાનું છે. આ સિરીઝ 13 થી 27 જુલાઇ દરમિયાન રમાશે. મળતી માહિતી પ્રમાણે તમામ મેચ કોલંબોમાં રમાશે.